સૂરા અલ-ફજ્ર pdf — ડાઉનલોડ (ગુજરાતી)
સૂરા અલ-ફજ્ર pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-ફજ્ર ભાષાંતર. સૂરા અલ-ફજ્ર (Meccan) 30 આયત.
Related
- સૂરા અલ-ફજ્ર ભાષાંતરગુજરાતી
- સૂરા અલ-ફજ્ર mp3સાંભળો
- Quran Index ગુજરાતી114
More સૂરા PDF
સૂરા અલ-ફજ્ર

ﭤﭥ
89:1
સોગંદ છે વહેલી પરોઢના
ﭦﭧﭨ
89:2
અને દસ રાત્રિઓના
ﭩﭪﭫ
89:3
અને યુગ્મ અને વિષમના
ﭬﭭﭮﭯ
89:4
અને રાત્રિના, જ્યારે જવા લાગે
ﭰﭱﭲﭳﭴﭵﭶ
89:5
શું આમાં બુધ્ધિશાળી માટે કોઇ સોગંદ છે
ﭷﭸﭹﭺﭻﭼﭽ
89:6
શું તમે ન જોયું કે તમારા પાલનહારે આદીઓ સાથે કેવો વર્તાવ કર્યો
ﭾﭿﮀﮁ
89:7
સ્તંભોવાળા ઇરમની સાથે
ﮂﮃﮄﮅﮆﮇﮈ
89:8
જેમના જેવી (કોઇ કોમ) દુનિયામાં પેદા કરવામાં નથી આવી
ﮉﮊﮋﮌﮍﮎ
89:9
અને ષમૂદવાળા સાથે જેઓએ ખીણમાં મોટા-મોટા પત્થરો કોતર્યા
ﮏﮐﮑﮒ
89:10
અને ફિરઔન સાથે જે ખુંટાવાળો હતો
ﮓﮔﮕﮖﮗ
89:11
આ બધાએ શહેરોમાં માથું ઉંચક્યું હતું
ﮘﮙﮚﮛ
89:12
અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો
ﮜﮝﮞﮟﮠﮡ
89:13
છેવટે તારા પાલનહારે તેમના પર યાતનાનો કોરડો વરસાવી દીધો
ﮢﮣﮤﮥ
89:14
હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે
ﮦﮧﮨﮩﮪﮫﮬﮭﮮﮯﮰﮱ
89:15
મનુષ્ય (આ સ્થિતિ છે કે ) તેનો પાલનહાર જ્યારે તેની પરીક્ષા લે છે અને ઇઝઝત આપે છે, અને તેને ખુશહાલી આપે છે, તો તે કહેવા લાગે છે, મારા પાલનહારે મારૂ સન્માન કર્યું
ﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝ
89:16
અને જ્યારે તે તેની પરીક્ષા લે છે અને તેની રોજી તંગ કરી દે છે, તો તે કહેવા લાગે છે કે મારા પાલનહારે મારૂં અપમાન કર્યું
ﯞﯟﯠﯡﯢﯣﯤ
89:17
આવું કદાપિ નહીં ! પરંતુ (વાત એવી છે) કે તમે (જ) લોકો અનાથનો આદર નથી કરતા
ﯥﯦﯧﯨﯩﯪ
89:18
અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી
ﯫﯬﯭﯮﯯ
89:19
અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો
ﯰﯱﯲﯳﯴ
89:20
અને ધનથી ખુબ પ્રેમ કરો છો
ﯵﯶﯷﯸﯹﯺﯻﯼ
89:21
કદાપિ નહીં, જ્યારે ધરતી કુટી-કુટીને બરાબર કરી દેવામાં આવશે
ﯽﯾﯿﰀﰁﰂ
89:22
અને તમારો પાલનહાર (પોતે) આવી જશે અને ફરિશ્તાઓ કતારબંધ આવશે
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛ
89:23
અને જે દિવસે જહન્નમ પણ લાવવામાં આવશે
ﭜﭝﭞﭟﭠ
89:24
એ કહેશે કે કદાચ ! મેં પોતાના આ જીવન માટે પહેલા કંઇ મોકલ્યું હોત
ﭡﭢﭣﭤﭥﭦ
89:25
બસ આજે અલ્લાહના અઝાબ જેવો અઝાબ કોઇનો નહીં હોય
ﭧﭨﭩﭪﭫ
89:26
ન તેના જેવી જકડ કોઇની જકડ હશે
ﭬﭭﭮﭯ
89:27
ઓ સંતોષી જીવ
ﭰﭱﭲﭳﭴﭵ
89:28
તું પોતાના પાલનહાર તરફ ચાલ, એવી રીતે કે તું તેનાથી પ્રસન્ન, તે તારા થી પ્રસન્ન
ﭶﭷﭸﭹ
89:29
બસ મારા શ્રેષ્ઠ બંદાઓ માં દાખલ થઇ જા
ﭺﭻﭼ
89:30
અને પ્રવેશી જા મારી જન્નતમાં
પવિત્ર કુરાન
Wednesday, September 9, 2026
Don't forget us in your sincere prayers







