અન-નૂર · 53/64
ભાષાંતર ઉચ્ચારણ — અન-નૂર
۞ وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِنْ أَمَرْتَهُمْ لَيَخْرُجُنَّ ۖ قُل لَّا تُقْسِمُوا ۖ طَاعَةٌ مَّعْرُوفَةٌ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ ۝٥٣
Wa aqsamoo billaahi jahda aimaanihim la`in amartahum la yakhrujunna qul laa tuqsimoo taa`atum ma`roofah innal laaha khabeerum bimaa ta`maloon
📖 ગુજરાતીમાં
ભારપૂર્વક અલ્લાહના નામની સોગંદો લઇને કહે છે કે તમારો આદેશ આવતા જ નીકળી જઇશું, કહી દો કે બસ ! સોગંદો ન ખાઓ, (તમારી) આજ્ઞા પાલન (ની સત્યતા)ની જાણ છે, જે કંઇ તમે કરી રહ્યા છો અલ્લાહ તઆલા તેને જાણે છે
🎧 સાંભળો

📜 આયત 51-55 — અન-નૂર

51إِنَّمَا كَانَ قَوْلَ الْمُؤْمِنِينَ إِذَا دُعُوا إِلَى اللَّهِ وَرَسُولِهِ لِيَحْكُمَ بَيْنَهُمْ أَن يَقُولُوا سَمِعْنَا وَأَطَعْنَا ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ઈમાનવાળાઓની વાત તો એવી છે કે જ્યારે તેમને એટલા માટે બોલાવવામાં આવે છે કે અલ્લાહ અને તેનો પયંગબર તેમની વચ્ચે ફેંસલો કરી દે, તો તેઓ કહે છે કે અમે સાંભળ્યું અને માની લીધું, આવા જ લોકો સફળ થનારા છે
52وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ وَيَخْشَ اللَّهَ وَيَتَّقْهِ فَأُولَٰئِكَ هُمُ الْفَائِزُونَ
જે પણ અલ્લાહ તઆલાની અને તેના પયગંબરની આજ્ઞાનું પાલન કરશે, અલ્લાહના ગુસ્સા-નારાજગીથી અને તેની યાતનાથી ડરતા રહેશે, તે જ લોકો છૂટકારો પામશે
53۞ وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِنْ أَمَرْتَهُمْ لَيَخْرُجُنَّ ۖ قُل لَّا تُقْسِمُوا ۖ طَاعَةٌ مَّعْرُوفَةٌ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ભારપૂર્વક અલ્લાહના નામની સોગંદો લઇને કહે છે કે તમારો આદેશ આવતા જ નીકળી જઇશું, કહી દો કે બસ ! સોગંદો ન ખાઓ, (તમારી) આજ્ઞા પાલન (ની સત્યતા)ની જાણ છે, જે કંઇ તમે કરી રહ્યા છો અલ્લાહ તઆલા તેને જાણે છે
54قُلْ أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْهِ مَا حُمِّلَ وَعَلَيْكُم مَّا حُمِّلْتُمْ ۖ وَإِن تُطِيعُوهُ تَهْتَدُوا ۚ وَمَا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
કહી દો કે અલ્લાહનો આદેશ માનો, અલ્લાહના પયગંબરની આજ્ઞાનું પાલન કરો, તો પણ જો તમે અવજ્ઞા કરી તો, પયગંબરની જવાબદારી તો ફક્ત તે જ છે, જે તેના માટે જરૂરી કરી દેવામાં આવ્યું છે અને તમારા પર તેની જવાબદારી છે જે તમારા પર મુકવામાં આવી છે, સત્ય માર્ગદર્શન તો તમને ત્યારે જ મળશે જ્યારે તમે પયગંબરની આજ્ઞાનું પાલન કરશો, સાંભળો ! પયગંબરની જવાબદારીમાં તો ફક્ત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાનું કાર્ય છે
55وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَعَمِلُوا الصَّالِحَاتِ لَيَسْتَخْلِفَنَّهُمْ فِي الْأَرْضِ كَمَا اسْتَخْلَفَ الَّذِينَ مِن قَبْلِهِمْ وَلَيُمَكِّنَنَّ لَهُمْ دِينَهُمُ الَّذِي ارْتَضَىٰ لَهُمْ وَلَيُبَدِّلَنَّهُم مِّن بَعْدِ خَوْفِهِمْ أَمْنًا ۚ يَعْبُدُونَنِي لَا يُشْرِكُونَ بِي شَيْئًا ۚ وَمَن كَفَرَ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
તમારા માંથી તે લોકો, જેઓ ઈમાન લાવ્યા છે અને સત્કાર્યો કર્યા છે, અલ્લાહ તઆલા વચન આપી ચૂક્યો છે કે તેમને જરૂર ધરતીમાં નાયબ (સરદાર) બનાવશે, જેવી રીતે કે તે લોકોને નાયબ બનાવ્યા હતાં, જેઓ તેમના કરતા પહેલા હતાં અને ખરેખર તેમના માટે તે દીનને મજબૂત કરી દેશે, જે દીન તેમના માટે તેણે પસંદ કર્યો છે. અને તેમના ભયને શાંતિમાં બદલી નાખશે, તેઓ મારી બંદગી કરશે, મારી સાથે કોઈને ભાગીદાર નહીં ઠેરવે, ત્યાર પછી પણ જે લોકો કૃતઘ્ની અને ઇન્કાર કરનારા બને, તે ખરેખર વિદ્રોહી છે
અન-નૂરકુરાન સૂચિ
64આયત
MedinanRevelation
53આયત

ભાષાંતર — અન-નૂર 53

સૂરા અન-નૂર આયત 53 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ભારપૂર્વક અલ્લાહના નામની સોગંદો લઇને કહે છે કે તમારો આદેશ…

સૂરા આયત 53/64 — અન-નૂર النور (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નૂર સાંભળો, અન-નૂર ભાષાંતર, અન-નૂર mp3, અન-નૂર pdf. આયત 51–55. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers