અન-નિસા · 175/176
ભાષાંતર ઉચ્ચારણ — અન-નિસા
فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُّسْتَقِيمًا ۝١٧٥
Fa ammal lazeena aamanoo billaahi wa`tasamoo bihee fasa yudkhiluhum fee rah matim minhu wa fadlinw wa yahdeehim ilaihi Siraatam Mustaqeema
📖 ગુજરાતીમાં
બસ ! જે લોકો અલ્લાહ તઆલા પર ઈમાન લાવ્યા અને તેના પર અડગ રહ્યા તેઓને તો તે (અલ્લાહ) નજીક માંજ પોતાની કૃપા અને દયામાં લઇ લેશે અને તેઓને પોતાની તરફનો માર્ગ બતાવી દેશે
🎧 સાંભળો

📜 આયત 173-176 — અન-નિસા

173فَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ وَيَزِيدُهُم مِّن فَضْلِهِ ۖ وَأَمَّا الَّذِينَ اسْتَنكَفُوا وَاسْتَكْبَرُوا فَيُعَذِّبُهُمْ عَذَابًا أَلِيمًا وَلَا يَجِدُونَ لَهُم مِّن دُونِ اللَّهِ وَلِيًّا وَلَا نَصِيرًا
બસ ! જે લોકો ઈમાન લાવ્યા છે અને સત્કાર્ય કરે છે તેઓને તેઓનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે અને પોતાની કૃપાથી તેઓને વધુ આપશે અને જે લોકોએ શરમ અને ઘમંડ કર્યો અને ઇન્કાર કર્યું તેઓને સખત યાતના આપશે અને તે પોતાના માટે અલ્લાહ સિવાય કોઇ મિત્ર અને મદદ કરનાર નહીં પામે
174يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُم بُرْهَانٌ مِّن رَّبِّكُمْ وَأَنزَلْنَا إِلَيْكُمْ نُورًا مُّبِينًا
હે લોકો ! તમારી પાસે તમારા પાલનહાર તરફથી પુરાવા આવી પહોંચ્યા અને અમે તમારી તરફ સ્પષ્ટ અને સ્વચ્છ પ્રકાશ અવતરિત કરી દીધો છે
175فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِّنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُّسْتَقِيمًا
બસ ! જે લોકો અલ્લાહ તઆલા પર ઈમાન લાવ્યા અને તેના પર અડગ રહ્યા તેઓને તો તે (અલ્લાહ) નજીક માંજ પોતાની કૃપા અને દયામાં લઇ લેશે અને તેઓને પોતાની તરફનો માર્ગ બતાવી દેશે
176يَسْتَفْتُونَكَ قُلِ اللَّهُ يُفْتِيكُمْ فِي الْكَلَالَةِ ۚ إِنِ امْرُؤٌ هَلَكَ لَيْسَ لَهُ وَلَدٌ وَلَهُ أُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ ۚ وَهُوَ يَرِثُهَا إِن لَّمْ يَكُن لَّهَا وَلَدٌ ۚ فَإِن كَانَتَا اثْنَتَيْنِ فَلَهُمَا الثُّلُثَانِ مِمَّا تَرَكَ ۚ وَإِن كَانُوا إِخْوَةً رِّجَالًا وَنِسَاءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنثَيَيْنِ ۗ يُبَيِّنُ اللَّهُ لَكُمْ أَن تَضِلُّوا ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
તમારી પાસે ફતવો (ધર્માદેશ) પૂછે છે, તમે કહી દો કે અલ્લાહ તઆલા (પોતે) તમને "કલાલહ" વિશે ફતવો આપે છે, જો કોઇ વ્યક્તિ મૃત્યુ પામે જેના સંતાન ન હોય અને એક બહેન હોય તો તેના માટે છોડેલા ધન માંથી અડધો ભાગ છે અને તે ભાઇ તે બહેનનો વારસદાર બનશે, જેને સંતાન ન હોય, બસ ! જો બહેનો બે હોય તો તેઓને કુલ છોડેલા ધન માંથી /3 બેતૃત્યાંશ મળશે અને જો કોઇ વ્યક્તિ તે સંબંધના હોય પુરુષ અને સ્ત્રીઓ પણ તો પુરુષ માટે બે સ્ત્રીઓ બરાબર ભાગ છે, અલ્લાહ તઆલા તમારા માટે વર્ણન કરી રહ્યો છે આવું ન થાય કે તમે પથભ્રષ્ટ બની જાવ અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને જાણે છે
અન-નિસાકુરાન સૂચિ
176આયત
MedinanRevelation
175આયત

ભાષાંતર — અન-નિસા 175

સૂરા અન-નિસા આયત 175 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! જે લોકો અલ્લાહ તઆલા પર ઈમાન લાવ્યા અને…

સૂરા આયત 175/176 — અન-નિસા النساء (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નિસા સાંભળો, અન-નિસા ભાષાંતર, અન-નિસા mp3, અન-નિસા pdf. આયત 173–176. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers