અત-તૌબા · 118/129
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અત-તૌબા
وَعَلَى الثَّلَاثَةِ الَّذِينَ خُلِّفُوا حَتَّىٰ إِذَا ضَاقَتْ عَلَيْهِمُ الْأَرْضُ بِمَا رَحُبَتْ وَضَاقَتْ عَلَيْهِمْ أَنفُسُهُمْ وَظَنُّوا أَن لَّا مَلْجَأَ مِنَ اللَّهِ إِلَّا إِلَيْهِ ثُمَّ تَابَ عَلَيْهِمْ لِيَتُوبُوا ۚ إِنَّ اللَّهَ هُوَ التَّوَّابُ الرَّحِيمُ ۝١١٨
Wa `alas salaasatil lazeena khullifoo hattaaa izaa daaqat `alaihimul ardu bimaa rahubat wa daaqat `alaihim anfusuhum wa zannnooo al laa malja-a minal laahi illaaa ilaihi summa taaba `alaihim liyatooboo; innal laaha Huwat Tawwaabur Raheem
📖 ગુજરાતીમાં
અને ત્રણ વ્યક્તિઓની હાલત પર, જેમના નિર્ણય ટાળી દેવામાં આવ્યા હતા, ત્યાં સુધી કે ધરતી વિશાળ હોવા છતાં પણ તેમના માટે સાંકડી થવા લાગી અને તે પોતે પોતાના જીવનથી કંટાળી ગયા અને તેઓએ સમજી લીધું કે અલ્લાહ પાસે કોઈ શરણ નહીં મળે, સિવાય એ કે તેની તરફ પાછા ફરવામાં આવે, પછી તેમની હાલત ઉપર ધ્યાન કર્યું, જેથી તેઓ પછી પણ તૌબા કરી શકે, નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ તૌબા કબૂલ કરનાર, ઘણો જ દયાળુ છે

🎧 સાંભળો


📜 આયત 116-120 — સૂરા અત-તૌબા

116إِنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يُحْيِي وَيُمِيتُ ۚ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ
નિ:શંક આકાશો અને ધરતીમાં ફકત અલ્લાહનું જ સામ્રાજ્ય છે, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, અને તમારા માટે અલ્લાહ સિવાય ન તો કોઈ દોસ્ત છે અને ન તો કોઈ મદદ કરનાર
117لَّقَد تَّابَ اللَّهُ عَلَى النَّبِيِّ وَالْمُهَاجِرِينَ وَالْأَنصَارِ الَّذِينَ اتَّبَعُوهُ فِي سَاعَةِ الْعُسْرَةِ مِن بَعْدِ مَا كَادَ يَزِيغُ قُلُوبُ فَرِيقٍ مِّنْهُمْ ثُمَّ تَابَ عَلَيْهِمْ ۚ إِنَّهُ بِهِمْ رَءُوفٌ رَّحِيمٌ
અલ્લાહ તઆલાએ પયગંબરની હાલત પર કૃપા કરી અને હિજરત કરનાર અને અન્સાર લોકોની હાલત પર પણ, જેમણે એવી તંગીમાં પયગંબરનો સાથ આપ્યો, ત્યાર પછી કે તેમના માંથી એક જૂથના હૃદયમાં થોડીક શંકા થઇ હતી, પછી અલ્લાહએ તેમની સ્થિતિ પર કૃપા કરી, નિ:શંક અલ્લાહ તઆલા તે સૌના પર ઘણો જ દયાળુ, મહેરબાન છે
118وَعَلَى الثَّلَاثَةِ الَّذِينَ خُلِّفُوا حَتَّىٰ إِذَا ضَاقَتْ عَلَيْهِمُ الْأَرْضُ بِمَا رَحُبَتْ وَضَاقَتْ عَلَيْهِمْ أَنفُسُهُمْ وَظَنُّوا أَن لَّا مَلْجَأَ مِنَ اللَّهِ إِلَّا إِلَيْهِ ثُمَّ تَابَ عَلَيْهِمْ لِيَتُوبُوا ۚ إِنَّ اللَّهَ هُوَ التَّوَّابُ الرَّحِيمُ
અને ત્રણ વ્યક્તિઓની હાલત પર, જેમના નિર્ણય ટાળી દેવામાં આવ્યા હતા, ત્યાં સુધી કે ધરતી વિશાળ હોવા છતાં પણ તેમના માટે સાંકડી થવા લાગી અને તે પોતે પોતાના જીવનથી કંટાળી ગયા અને તેઓએ સમજી લીધું કે અલ્લાહ પાસે કોઈ શરણ નહીં મળે, સિવાય એ કે તેની તરફ પાછા ફરવામાં આવે, પછી તેમની હાલત ઉપર ધ્યાન કર્યું, જેથી તેઓ પછી પણ તૌબા કરી શકે, નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ તૌબા કબૂલ કરનાર, ઘણો જ દયાળુ છે
119يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ وَكُونُوا مَعَ الصَّادِقِينَ
હે ઇમાનવાળાઓ ! અલ્લાહથી ડરો. અને સાચા લોકો સાથે રહો
120مَا كَانَ لِأَهْلِ الْمَدِينَةِ وَمَنْ حَوْلَهُم مِّنَ الْأَعْرَابِ أَن يَتَخَلَّفُوا عَن رَّسُولِ اللَّهِ وَلَا يَرْغَبُوا بِأَنفُسِهِمْ عَن نَّفْسِهِ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ لَا يُصِيبُهُمْ ظَمَأٌ وَلَا نَصَبٌ وَلَا مَخْمَصَةٌ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَطَئُونَ مَوْطِئًا يَغِيظُ الْكُفَّارَ وَلَا يَنَالُونَ مِنْ عَدُوٍّ نَّيْلًا إِلَّا كُتِبَ لَهُم بِهِ عَمَلٌ صَالِحٌ ۚ إِنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ
મદીનાના રહેવાસી જેઓ ગામડાના છે, તેમની આજુબાજુ છે, તેમના માટે એ યોગ્ય ન હતું કે તેઓ અલ્લાહના પયગંબરને છોડી પાછળ રહી જાય અને ન એ કે પોતાના જીવને તેમના જીવ કરતા ઉત્તમ સમજે, એટલા માટે કે તેમને અલ્લાહના માર્ગમાં જે તરસ લાગી અને જે થાક લાગ્યો અને જે ભૂખ લાગી અને એવી જગ્યા પર ચાલ્યા જે ઇન્કાર કરનારાઓ માટે ગુસ્સાનું કારણ બન્યું હોય અને શત્રુઓની જે કંઈ તપાસ કરી લીધી, તે દરેકના નામે (એક-એક) સત્કાર્ય લખવામાં આવ્યું. નિ:શંક અલ્લાહ તઆલા નિખાલસ લોકોનો સવાબ વ્યર્થ નથી કરતો
અત-તૌબાકુરાન સૂચિ
129આયત
MedinanRevelation
118આયત

ભાષાંતર — અત-તૌબા 118

સૂરા અત-તૌબા આયત 118 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ત્રણ વ્યક્તિઓની હાલત પર, જેમના નિર્ણય ટાળી દેવામાં આવ્યા…

સૂરા આયત 118/129 — સૂરા અત-તૌબા التوبة (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અત-તૌબા સાંભળો, સૂરા અત-તૌબા ભાષાંતર, સૂરા અત-તૌબા mp3, સૂરા અત-તૌબા pdf. આયત 116–120. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers