સૂરા અલ-બલદ અરબી અને ગુજરાતી

સૂરા અલ-બલદને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (20 આયત — مكية). અલ-બલદ સાંભળો, અલ-બલદ ભાષાંતર, અલ-બલદ mp3, અલ-બલદ pdf.

સૂરા અલ-બલદ વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
لَا أُقْسِمُ بِهَٰذَا الْبَلَدِ ۝١
📖 ભાષાંતર આયત 1
હું આ શહેરના સોગંદ ખાઉં છું
وَأَنتَ حِلٌّ بِهَٰذَا الْبَلَدِ ۝٢
📖 ભાષાંતર આયત 2
અને તમે આ શહેરમાં રહો છો
وَوَالِدٍ وَمَا وَلَدَ ۝٣
📖 ભાષાંતર આયત 3
અને (સોગંદ છે) માનવીઓ ના પિતા અને સંતાનના
لَقَدْ خَلَقْنَا الْإِنسَانَ فِي كَبَدٍ ۝٤
📖 ભાષાંતર આયત 4
નિ:શંક અમે માનવીનું (ખુબ જ) કષ્ટમાં સર્જન કર્યુ છે
أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ ۝٥
📖 ભાષાંતર આયત 5
શું તે એમ ધારે છે કે તેના પર કોઇ કાબુ નહીં પામે
يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا ۝٦
📖 ભાષાંતર આયત 6
કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું
أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُ أَحَدٌ ۝٧
📖 ભાષાંતર આયત 7
શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી
أَلَمْ نَجْعَل لَّهُ عَيْنَيْنِ ۝٨
📖 ભાષાંતર આયત 8
શું અમે તેની બન્ને આંખો નથી બનાવી
وَلِسَانًا وَشَفَتَيْنِ ۝٩
📖 ભાષાંતર આયત 9
અને જીભ અને હોઠ (નથી બનાવ્યા)
وَهَدَيْنَاهُ النَّجْدَيْنِ ۝١٠
📖 ભાષાંતર આયત 10
અમે દેખાડી દીધા તેને બન્ને માર્ગ
فَلَا اقْتَحَمَ الْعَقَبَةَ ۝١١
📖 ભાષાંતર આયત 11
પરંતુ તેનાથી ઘાટીમાં પસાર થવાનું ન થઇ શકયું
وَمَا أَدْرَاكَ مَا الْعَقَبَةُ ۝١٢
📖 ભાષાંતર આયત 12
અને શું ખબર પડી કે ઘાટી શું છે
فَكُّ رَقَبَةٍ ۝١٣
📖 ભાષાંતર આયત 13
કોઇ ગળા (બાંદી- બાંદીઓ) ને મુક્ત કરાવવું
أَوْ إِطْعَامٌ فِي يَوْمٍ ذِي مَسْغَبَةٍ ۝١٤
📖 ભાષાંતર આયત 14
અથવા તો ભુખમરા ના દિવસે ભોજન કરાવવું
يَتِيمًا ذَا مَقْرَبَةٍ ۝١٥
📖 ભાષાંતર આયત 15
કોઇ સંબધીઓ માં ના અનાથ ને
أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ ۝١٦
📖 ભાષાંતર આયત 16
અથવા તો રઝળતા ગરીબ ને
ثُمَّ كَانَ مِنَ الَّذِينَ آمَنُوا وَتَوَاصَوْا بِالصَّبْرِ وَتَوَاصَوْا بِالْمَرْحَمَةِ ۝١٧
📖 ભાષાંતર આયત 17
ફરી તે લોકો માંથી થઇ જતો જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરે છે
أُولَٰئِكَ أَصْحَابُ الْمَيْمَنَةِ ۝١٨
📖 ભાષાંતર આયત 18
આ જ લોકો છે જમણી બાજુ વાળા (ખુશહાલ લોકો)
وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِنَا هُمْ أَصْحَابُ الْمَشْأَمَةِ ۝١٩
📖 ભાષાંતર આયત 19
અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુ:ખી લોકો છે
عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌ ۝٢٠
📖 ભાષાંતર આયત 20
તે જ લોકો પર આગ હશે. ચારેવ બાજુથી ઘેરેલી હશે
← 89 અલ-બલદ (90/114) 91 →
વાંચો સૂરા અલ-બલદ ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

90البلد Al-Balad 📚 20 આયત مكية



પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers