PDF —
227 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અશ-શુઆરા pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અશ-શુઆરા pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અશ-શુઆરા ભાષાંતર. સૂરા અશ-શુઆરા (Meccan) 227 આયત.

← અલ-ફુર્કાનસૂરા અશ-શુઆરા અન-નમલ →


227 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﭑﭒ
26:1 તૉ-સીન્-મીમ્
ﭓﭔﭕﭖﭗ
26:2 આ આયતો પ્રકાશિત કિતાબની છે
ﭘﭙﭚﭛﭜﭝﭞ
26:3 તે લોકોના ઈમાન ન લાવવા પર કદાચ તમે તમારા પ્રાણ ગુમાવી દેશો
ﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪ
26:4 જો અમે ઇચ્છતા તો તેમના માટે આકાશ માંથી કોઈ એવી નિશાની ઉતારતા, કે જેની સામે તે લોકોની ગરદનો ઝૂકી પડતી
ﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴﭵﭶ
26:5 અને તેમની પાસે રહમાન (અલ્લાહ) તરફથી જે પણ નવી શિખામણ આવી, આ લોકો તેના વિરોધ કરનારા બની ગયા
ﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿ
26:6 તે લોકોએ જુઠલાવ્યું છે, હવે તેમના માટે નજીકમાં જ તેમની જાણકારી આવી પહોંચશે, જેની સાથે તેઓ મશ્કરી કરી રહ્યા છે
ﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋ
26:7 શું તે લોકોએ ધરતી પર જોયું નથી કે, અમે તેમાં દરેક પ્રકારની ઉત્તમ જોડીઓ કેવી રીતે ઊપજાવી છે
ﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕ
26:8 નિ:શંક તેમાં નિશાની છે અને તે લોકો માંથી વધારે પડતા લોકો ઈમાન નથી લાવતા
ﮖﮗﮘﮙﮚﮛ
26:9 અને ખરેખર તમારો પાલનહાર તે (અલ્લાહ) જ વિજયી અને દયાળુ છે
ﮜﮝﮞﮟﮠﮡﮢﮣﮤ
26:10 અને જ્યારે તમારા પાલનહારે મૂસા અ.સ.ને પોકાર્યા, કે તમે અત્યાચારી કોમ તરફ જાઓ
ﮥﮦﮧﮨﮩﮪ
26:11 ફિરઔનની કોમ પાસે, શું તે ડરવાવાળા નહીં બને
ﮫﮬﮭﮮﮯﮰﮱ
26:12 મૂસા અ.સ.એ કહ્યું, મારા પાલનહાર ! મને તો ડર લાગે છે કે ક્યાંક તેઓ મને જુઠલાવી (ન) દે
ﯓﯔﯕﯖﯗﯘﯙﯚﯛ
26:13 અને મારું હૃદય તંગ થઇ રહ્યું છે, મારી જબાન ચાલતી નથી, બસ ! તું હારૂન તરફ પણ (વહી) ઉતાર
ﯜﯝﯞﯟﯠﯡﯢ
26:14 અને મારા પર તેમનો એક ભૂલનો (દાવો) પણ છે, મને ડર લાગે છે કે ક્યાંક તેઓ મને મારી ન નાંખે
ﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫﯬ
26:15 અલ્લાહએ કહ્યું, આવું ક્યારેય નહીં થાય, તમે બન્ને અમારી નિશાનીઓ લઇને જાઓ, અમે પોતે સાંભળનાર, તમારી સાથે છે
ﯭﯮﯯﯰﯱﯲﯳﯴ
26:16 તમે બન્ને ફિરઔન પાસે જઇને કહો, કે ખરેખર અમે અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યા છે
ﯵﯶﯷﯸﯹﯺ
26:17 કે તું અમારી સાથે ઇસ્રાઇલના સંતાનોને મોકલી દે
ﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃﰄﰅ
26:18 ફિરઔને કહ્યું, કે શું અમે અમારે ત્યાં તારું બાળપણમાં પાલન-પોષણ ન કર્યું ? અને તારો ઘણો સમય અમારી સાથે ન વિતાવ્યો
ﰆﰇﰈﰉﰊﰋﰌﰍ
26:19 પછી તેં કામ કર્યું (અને) કરી ચૂક્યો, અને તું કૃતઘ્ની છે
ﭑﭒﭓﭔﭕﭖﭗ
26:20 મૂસા અ.સ.એ જવાબ આપ્યો કે મેં તે કામને તે સમયે કર્યું હતું, જ્યારે કે મને સત્યમાર્ગનું જ્ઞાન ન હતું
ﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣ
26:21 પછી તમારા ભયથી હું તમારી પાસેથી ભાગી ગયો, પછી મને મારા પાલનહારે આદેશ અને જ્ઞાન આપ્યું. અને મને તેના પયગંબરો માંથી કરી દીધો
ﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬ
26:22 તારો ઉપકાર મારા પર શું આ જ છે, જે તું જણાવી રહ્યો છે કે તેં ઇસ્રાઇલના સંતાનોને દાસ બનાવી રાખ્યા છે
ﭭﭮﭯﭰﭱﭲ
26:23 ફિરઔને કહ્યું “રબ્બુલ્ આલમીન્” (સૃષ્ટિનો પાલનહાર) શું છે
ﭳﭴﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽ
26:24 મૂસા અ.સ.એ કહ્યું, તે આકાશો, ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓનો પાલનહાર છે. જો તમે વિશ્વાસ કરતા હોય
ﭾﭿﮀﮁﮂﮃ
26:25 ફિરઔને પોતાના આજુ-બાજુના લોકોને કહ્યું કે શું તમે સાંભળતા નથી
ﮄﮅﮆﮇﮈﮉ
26:26 મૂસા અ.સ.એ કહ્યું, તે તમારો અને તમારા પૂર્વજોનો પાલનહાર છે
ﮊﮋﮌﮍﮎﮏﮐﮑ
26:27 ફિરઔને કહ્યું, (લોકો) તમારો આ પયગંબર, જે તમારી તરફ મોકલવામાં આવ્યો છે, તે તો ખરેખર પાગલ છે
ﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚﮛﮜ
26:28 મૂસા અ.સ.એ કહ્યું, તે જ પૂર્વ અને પશ્ચિમ અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુનો પાલનહાર છે, જો તમે બુદ્ધિ ધરાવતા હોવ
ﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥ
26:29 ફિરઔન કહેવા લાગ્યો, સાંભળ ! જો તેં મને છોડીને બીજા કોઈને પૂજ્ય બનાવ્યો તો, હું તને કેદીઓ સાથે નાખી દઇશ
ﮦﮧﮨﮩﮪﮫ
26:30 મૂસા અ.સ.એ કહ્યું, જો હું તારી સામે કોઈ સ્પષ્ટ નિશાની લઇ આવું
ﮬﮭﮮﮯﮰﮱﯓﯔ
26:31 ફિરઔને કહ્યું, જો તું સાચા લોકો માંથી હોવ, તો તેને લાવ
ﯕﯖﯗﯘﯙﯚﯛ
26:32 મૂસા અ.સ.એ (તે જ સમયે) પોતાની લાકડી નાખી દીધી, જે અચાનક ખુલ્લો અજગર બની ગઇ
ﯜﯝﯞﯟﯠﯡﯢ
26:33 અને પોતાનો હાથ ખેંચ્યો તો, તે પણ તે જ સમયે દરેક જોનારા માટે સફેદ ચમકદાર દેખાવા લાગ્યો
ﯣﯤﯥﯦﯧﯨﯩﯪ
26:34 ફિરઔન પોતાની આજુબાજુ સરદારોને કહેવા લાગ્યો, ભાઇ આ તો ખૂબ જ જાણકાર જાદુગર છે
ﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳ
26:35 આ તો ઇચ્છે છે કે પોતાના જાદુ વડે તમને તમારી ધરતી પરથી કાઢી મૂકે, કહો ! હવે તમે શું આદેશ આપો છો
ﯴﯵﯶﯷﯸﯹﯺﯻ
26:36 તે સૌએ કહ્યું, કે તમે તેને અને તેના ભાઇને મહેતલ આપો અને દરેક શહેરોમાં પોતાના લોકોને મોકલી દો
ﯼﯽﯾﯿﰀ
26:37 જે તમારી પાસે જાણકાર જાદુગરોને લઇ આવે
ﰁﰂﰃﰄﰅﰆ
26:38 પછી એક નક્કી કરેલ દિવસે, દરેક જાદુગરોને ભેગા કરવામાં આવ્યા
ﰇﰈﰉﰊﰋﰌ
26:39 અને દરેક લોકોને કહી દેવામાં આવ્યું કે તમે પણ સભામાં હાજર રહેજો
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘ
26:40 જેથી જો જાદુગરો વિજય પ્રાપ્ત કરે, તો અમે તેમનું જ અનુસરણ કરીશું
ﭙﭚﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥ
26:41 જાદુગરો આવી ફિરઔનને કહેવા લાગ્યા, કે જો અમે વિજય મેળવી લઇએ તો શું અમને કંઇ ઇનામ મળશે
ﭦﭧﭨﭩﭪﭫﭬ
26:42 ફિરઔને કહ્યું, હાં, જો એવું થયું તો તમે મારા ખાસ લોકો બની જશો
ﭭﭮﭯﭰﭱﭲﭳﭴ
26:43 મૂસા અ.સ.એ જાદુગરોને કહ્યું, જે કંઇ તમારે નાંખવું હોય, નાખી દો
ﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾ
26:44 તેઓએ પોતાના દોરડા અને લાકડીઓ નાખી દીધી અને કહેવા લાગ્યા કે, ફિરઔનના ઇજજતના સોગંદ ! ખરેખર અમે જ વિજય મેળવીશું
ﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇ
26:45 હવે મૂસા અ.સ.એ પણ પોતાની લાકડી મેદાનમાં નાખી દીધી, જેણે તે જ સમયે તેમના જુઠ્ઠા કરતબને ગળી જવાનું શરું કર્યું
ﮈﮉﮊﮋ
26:46 આ જોતાજ જાદુગર તરત જ સિજદામાં પડી ગયા
ﮌﮍﮎﮏﮐ
26:47 અને તેઓએ સ્પષ્ટ કહી દીધું કે અમે તો અલ્લાહ સમગ્રસૃષ્ટિના પાલનહાર પર ઈમાન લાવ્યા
ﮑﮒﮓﮔ
26:48 એટલે કે મૂસા અ.સ. અને હારૂન અ.સ.ના પાલનહાર પર
ﮕﮖﮗﮘﮙﮚﮛﮜﮝﮞﮟﮠﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪﮫﮬ
26:49 ફિરઔને કહ્યું, કે મારી પરવાનગી પહેલા જ આના પર ઈમાન લઇ આવ્યા ? ખરેખર આ જ તમારો મોટો (સરદાર) છે, જેણે તમને સૌને જાદુ શિખવાડ્યું છે, તમને હમણા જ ખબર પડી જશે. સોગંદ છે, હું હમણાં જ તમારા હાથ અને પગને વિરુદ્ધ દિશા માંથી કાપી નાખીશ. અને તમને સૌને ફાંસીએ લટકાવી દઇશ
ﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖ
26:50 તેમણે કહ્યું, કંઇ વાંધો નથી, અમે તો અમારા પાલનહાર તરફ પાછા ફરવાવાળા જ છે
ﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢ
26:51 એટલા માટે કે અમે સૌ પ્રથમ ઈમાન લાવનારા બન્યા, અમને આશા છે કે અમારો પાલનહાર અમારા બધા જ પાપોને માફ કરી દેશે
ﯣﯤﯥﯦﯧﯨﯩﯪﯫﯬ
26:52 અને અમે મૂસાને વહી કરી કે રાતની રાતમાં જ મારા બંદાઓને કાઢીને લઇ જા, તમારો સૌનો પીછો કરવામાં આવશે
ﯭﯮﯯﯰﯱﯲ
26:53 ફિરઔને શહેરોમાં પોતાના લોકોને મોકલી દીધા
ﯳﯴﯵﯶﯷ
26:54 કે નિ:શંક આ જૂથના લોકો થોડાંક જ છે
ﯸﯹﯺﯻ
26:55 અને અમને આ લોકો સખત ગુસ્સે કરી રહ્યા છે
ﯼﯽﯾﯿ
26:56 અને ખરેખર અમારું જૂથ મોટું છે, તેમનાથી ચેતીને રહેનારા
ﰀﰁﰂﰃﰄ
26:57 છેવટે અમે તેઓને બગીચા અને ઝરણા વડે
ﰅﰆﰇﰈ
26:58 અને ખજાના વડે ઉત્તમ જગ્યાઓથી કાઢી મુક્યા
ﰉﰊﰋﰌﰍﰎ
26:59 આવી જ રીતે થયું અને અમે તે વસ્તુઓના વારસદાર ઇસ્રાઇલના સંતાનને બનાવ્યા
ﰏﰐﰑ
26:60 બસ ! ફિરઔનના લોકો સૂર્ય ઉગતાની સાથે જ તેમનો પીછો કરવા લાગ્યા
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙ
26:61 બસ ! જ્યારે બન્નેએ એકબીજાને જોઇ લીધા, તો મૂસાના મિત્રોએ કહ્યું, ખરેખર અમે તો પકડાઇ ગયા
ﭚﭛﭜﭝﭞﭟﭠﭡ
26:62 મૂસાએ કહ્યું, ક્યારેય નહીં, ખરેખર મારો પાલનહાર મારી સાથે છે, જે જરૂર મને માર્ગ બતાવશે
ﭢﭣﭤﭥﭦﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰ
26:63 અમે મૂસા તરફ વહી ઉતારી કે દરીયા પર પોતાની લાકડી માર, બસ ! તે જ સમયે દરીયો ફાટી ગયો અને પાણીનો દરેક ભાગ મોટા પર્વતો જેવો થઇ ગયો
ﭱﭲﭳﭴ
26:64 અને અમે તે જ જગ્યાએ બીજાને નજીક લાવી દીધા
ﭵﭶﭷﭸﭹﭺ
26:65 અને મૂસા અ.સ.ને અને તેમના દરેક મિત્રોને છૂટકારો આપ્યો
ﭻﭼﭽﭾ
26:66 પછી બીજા લોકોને ડુબાડી દીધા
ﭿﮀﮁﮂﮃﮄﮅﮆﮇﮈ
26:67 ખરેખર આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા નથી
ﮉﮊﮋﮌﮍﮎ
26:68 અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ પ્રતિષ્ઠિત અને દયાળુ છે
ﮏﮐﮑﮒﮓ
26:69 તે લોકોને ઇબ્રાહીમ અ.સ.નો કિસ્સો પણ સંભળાવી દો
ﮔﮕﮖﮗﮘﮙﮚ
26:70 જ્યારે તેમણે પોતાના પિતા અને પોતાની કોમને કહ્યું કે તમે કોની બંદગી કરો છો
ﮛﮜﮝﮞﮟﮠﮡ
26:71 તેમણે જવાબ આપ્યો કે મૂર્તિઓની બંદગી કરી રહ્યા છે, અમે તો તેમની ખૂબ જ બંદગી કરનારા છે
ﮢﮣﮤﮥﮦﮧ
26:72 તેમણે કહ્યું કે જ્યારે તમે તેમને પોકારો છો, તો શું તેઓ સાંભળે છે
ﮨﮩﮪﮫﮬ
26:73 અથવા તમને ફાયદો અને નુકસાન પણ પહોંચાડી શકે છે
ﮭﮮﮯﮰﮱﯓﯔ
26:74 તે લોકોએ જવાબ આપ્યો, આ (કંઇ નથી જાણતા), અમે તો અમારા પૂર્વજોને આવી રીતે કરતા જોયા
ﯕﯖﯗﯘﯙﯚ
26:75 તેમણે કહ્યું, કંઇ ખબર છે જેઓની બંદગી તમે કરી રહ્યા છો
ﯛﯜﯝﯞ
26:76 તમે અને તમારા પૂર્વજો તે સૌ મારા શત્રુ છે
ﯟﯠﯡﯢﯣﯤﯥ
26:77 અલ્લાહ તઆલા સિવાય, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર છે
ﯦﯧﯨﯩﯪ
26:78 જેણે મારું સર્જન કર્યું અને તે જ મને માર્ગદર્શન આપે છે
ﯫﯬﯭﯮﯯ
26:79 તે જ છે, જે મને ખવડાવે અને પીવડાવે છે
ﯰﯱﯲﯳﯴ
26:80 અને જ્યારે હું બિમાર પડું તો મને તંદુરસ્ત પણ તે જ કરે છે
ﯵﯶﯷﯸﯹ
26:81 અને તે જ મને મૃત્યુ આપશે અને ફરી જીવિત કરશે
ﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂ
26:82 અને જેનાથી આશા છે કે બદલાના દિવસે તે મારા પાપોને માફ કરી દેશે
ﰃﰄﰅﰆﰇﰈﰉ
26:83 હે મારા પાલનહાર ! મને ફેંસલો કરવાની શક્તિ આપ અને મને સદાચારી લોકો માંથી કરી દે
ﭑﭒﭓﭔﭕﭖﭗ
26:84 અને મારું સન્માન પાછળના લોકોમાં બાકી રાખ
ﭘﭙﭚﭛﭜﭝ
26:85 મને નેઅમતોવાળી જન્નતના વારસદારો માંથી બનાવ
ﭞﭟﭠﭡﭢﭣﭤ
26:86 અને મારા પિતાને માફ કરી દે, ખરેખર તે પથભ્રષ્ટ લોકો માંથી હતાં
ﭥﭦﭧﭨﭩ
26:87 અને તે દિવસે, જ્યારે લોકો ફરી વાર જીવિત કરવામાં આવશે, મને અપમાનિત ન કર
ﭪﭫﭬﭭﭮﭯﭰ
26:88 જે દિવસે ધન અને સંતાન કંઇ કામ નહીં આવે
ﭱﭲﭳﭴﭵﭶﭷ
26:89 પરંતુ ફાયદાવાળો તે જ હશે, જે અલ્લાહ તઆલાની સામે સલામતીવાળું દિલ લઇને આવશે
ﭸﭹﭺﭻ
26:90 અને ડરવાવાળાઓ માટે જન્નત અત્યંત નજીક કરી દેવામાં આવશે
ﭼﭽﭾﭿ
26:91 અને પથભ્રષ્ટ લોકો માટે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે
ﮀﮁﮂﮃﮄﮅﮆ
26:92 અને તેમને સવાલ કરવામાં આવશે કે જેમની તમે બંદગી કરતા રહ્યા તે લોકો ક્યાં છે
ﮇﮈﮉﮊﮋﮌﮍﮎ
26:93 જે અલ્લાહ સિવાય બીજા લોકો હતાં, શું તેઓ તમારી મદદ કરે છે ? અથવા કોઈ બદલો લઇ શકે છે
ﮏﮐﮑﮒﮓ
26:94 બસ ! તે સૌ અને બધા પથભ્રષ્ટ લોકો જહન્નમમાં ઊંધા નાખવામાં આવશે
ﮔﮕﮖﮗ
26:95 અને ઇબ્લિસના લશ્કરો પણ ત્યાં
ﮘﮙﮚﮛﮜ
26:96 અંદરોઅંદર ઝઘડો કરતા કહેશે
ﮝﮞﮟﮠﮡﮢﮣ
26:97 કે અલ્લાહના નામના સોગંદ ! ખરેખર અમે તો સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ હતાં
ﮤﮥﮦﮧﮨ
26:98 જ્યારે તમને અલ્લાહ-સમગ્રસૃષ્ટિના પાલનહારના ભાગીદાર સમજી બેઠા હતાં
ﮩﮪﮫﮬﮭ
26:99 અને અમને તો, તે વિદ્રોહી સિવાય બીજા કોઈએ પણ પથભ્રષ્ટ નહતાં કર્યા
ﮮﮯﮰﮱﯓ
26:100 હવે તો અમારા માટે કોઈ ભલામણ કરનાર પણ નથી
ﯔﯕﯖﯗ
26:101 અને ન તો શુભેચ્છુક મિત્ર
ﯘﯙﯚﯛﯜﯝﯞﯟ
26:102 જો કદાચ એક વાર ફરી અમને જવાનું મળતું તો, અમે સાચા ઈમાનવાળા બની જતાં
ﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩ
26:103 આ દૃશ્ય ખરેખર એક જબરદસ્ત નિશાની છે. તેમના માંથી વધારે લોકો ઈમાન લાવવાવાળા નથી
ﯪﯫﯬﯭﯮﯯ
26:104 નિ:શંક તમારો પાલનહાર જ વિજયી, દયાળુ છે
ﯰﯱﯲﯳﯴ
26:105 નૂહની કોમના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા
ﯵﯶﯷﯸﯹﯺﯻﯼ
26:106 જ્યારે કે તેમના ભાઇ નૂહ અ.સ.એ કહ્યું, કે શું તમને અલ્લાહનો ભય નથી
ﯽﯾﯿﰀﰁ
26:107 સાંભળો ! હું તમારી તરફ અલ્લાહનો નિષ્ઠાવાન પયગંબર છું
ﰂﰃﰄﰅ
26:108 બસ ! તમારે અલ્લાહનો ડર રાખવો જોઇએ અને મારી વાત માનવી જોઇએ
ﰆﰇﰈﰉﰊﰋﰌﰍﰎﰏﰐﰑﰒ
26:109 હું તમારી પાસે તેના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારો બદલો તો ફક્ત સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે જ છે
ﰓﰔﰕﰖ
26:110 બસ ! તમે અલ્લાહનો ડર રાખો અને મારું આજ્ઞાપાલન કરો
ﰗﰘﰙﰚﰛﰜﰝ
26:111 કૌમે જવાબ આપ્યો, કે શું અમે તારા પર ઈમાન લાવીએ તારું આજ્ઞાપાલન તો નબળા લોકોએ કર્યું છે
ﭑﭒﭓﭔﭕﭖﭗ
26:112 પયગંબરે જવાબ આપ્યો, મને શું ખબર કે તેઓ પહેલા શું કરતા હતાં
ﭘﭙﭚﭛﭜﭝﭞﭟﭠ
26:113 તેમનો હિસાબ તો મારા પાલનહારના શિરે છે, જો તમને સમજણ હોય
ﭡﭢﭣﭤﭥ
26:114 હું ઈમાનવાળાઓને ધક્કા મારનારો નથી
ﭦﭧﭨﭩﭪﭫ
26:115 હું તો સ્પષ્ટ રીતે સચેત કરનારો છું
ﭬﭭﭮﭯﭰﭱﭲﭳﭴ
26:116 તે લોકોએ જવાબ આપ્યો, કે હે નૂહ ! જો તું છેટો ન રહ્યો તો ખરેખર તને પથ્થરો વડે મારી નાખીશું
ﭵﭶﭷﭸﭹﭺ
26:117 નૂહ અ.સ.એ કહ્યું કે હે મારા પાલનહાર ! મારી કોમના લોકોએ મને જુઠલાવી દીધો
ﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄ
26:118 બસ ! તું મારી અને તેમની વચ્ચે સચોટ નિર્ણય કરી દે અને મને અને ઈમાનવાળાઓને છૂટકારો આપ
ﮅﮆﮇﮈﮉﮊﮋ
26:119 છેવટે અમે તેને અને તેના સાથીઓને ભરેલી હોડીમાં (સવારી કરાવી) છૂટકારો આપી દીધો
ﮌﮍﮎﮏﮐ
26:120 બીજા દરેક લોકોને અમે ડુબાડી દીધા
ﮑﮒﮓﮔﮕﮖﮗﮘﮙﮚ
26:121 નિ:શંક આમાં મોટી શિખામણ છે, તેમાંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં
ﮛﮜﮝﮞﮟﮠ
26:122 અને નિ:શંક તમારો પાલનહાર તે જ છે, અત્યંત દયાળુ
ﮡﮢﮣﮤ
26:123 આદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા
ﮥﮦﮧﮨﮩﮪﮫﮬ
26:124 જ્યારે તેમને તેમના ભાઇ હૂદ અ.સ.એ કહ્યું, કે શું તમે ડરતા નથી
ﮭﮮﮯﮰﮱ
26:125 હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું
ﯓﯔﯕﯖ
26:126 બસ ! અલ્લાહથી ડરો અને મારી વાત માનો
ﯗﯘﯙﯚﯛﯜﯝﯞﯟﯠﯡﯢﯣ
26:127 હું તેના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો. મારો બદલો તો સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે જ છે
ﯤﯥﯦﯧﯨﯩ
26:128 શું તમે એક ટેકરી પર રમત-ગમત માટે આલીશાન (ઇમારતો) બનાવી રહ્યા છો
ﯪﯫﯬﯭﯮ
26:129 અને ઘણા મજબૂત મહેલો બનાવી રહ્યા છો, જાણે કે તમે હંમેશા અહીંયા જ રહેશો
ﯯﯰﯱﯲﯳ
26:130 અને જ્યારે કોઈને સજા આપો છો તો સખત અને અત્યાચાર સાથે આપો છો
ﯴﯵﯶﯷ
26:131 અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
ﯸﯹﯺﯻﯼﯽ
26:132 તેનાથી ડરો, જેણે તે વસ્તુ દ્વારા તમારી મદદ કરી જેને તમે જાણો છો
ﯾﯿﰀﰁ
26:133 તેણે તમારી મદદ કરી, ધન અને સંતાન દ્વારા
ﰂﰃﰄ
26:134 બગીચા અને ઝરણાં દ્વારા
ﰅﰆﰇﰈﰉﰊﰋ
26:135 મને તો તમારી બાબતે મોટા દિવસની યાતનાનો ભય છે
ﰌﰍﰎﰏﰐﰑﰒﰓﰔﰕ
26:136 તે લોકોએ કહ્યું કે તમે શિખામણ આપો અથવા ન આપો અમારા માટે સરખું છે
ﭑﭒﭓﭔﭕﭖ
26:137 આ તો જૂના લોકોની આદત છે
ﭗﭘﭙﭚ
26:138 અને અમને ક્યારેય યાતના આપવામાં નહીં આવે
ﭛﭜﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦﭧ
26:139 જો કે આદના લોકોએ હૂદ અ.સ.ને જુઠલાવ્યા, એટલા માટે અમે તે લોકોને નષ્ટ કરી દીધા, ખરેખર આમાં નિશાની છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઇન્કાર કરનારા હતાં
ﭨﭩﭪﭫﭬﭭ
26:140 નિ:શંક તમારો પાલનહાર વિજયી, દયાળુ છે
ﭮﭯﭰﭱ
26:141 ષમૂદના લોકોએ પણ પયગંબરોને જુઠલાવ્યા
ﭲﭳﭴﭵﭶﭷﭸﭹ
26:142 તેમના ભાઇ સાલિહ અ.સ.એ તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા
ﭺﭻﭼﭽﭾ
26:143 હું તમારી તરફ અવતરિત કરેલો નિષ્ઠાવાન પયગંબર છું
ﭿﮀﮁﮂ
26:144 તો તમે અલ્લાહથી ડરો અને મારી વાત માનો
ﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎﮏ
26:145 હું આના માટે તમારી પાસે કોઈ વળતર નથી ઇચ્છતો. મારું વળતર તો ફક્ત સમગ્ર સૃષ્ટિના પાલનહાર (અલ્લાહ) પાસે છે
ﮐﮑﮒﮓﮔﮕ
26:146 શું આ વસ્તુઓમાં, જે અહીંયા છે, તમને અમસ્તા જ છોડી દેવામાં આવશે
ﮖﮗﮘﮙ
26:147 એટલે કે આ બગીચાઓ અને ઝરણા
ﮚﮛﮜﮝﮞ
26:148 અને આ ખેતરો તથા ખજૂરોના બગીચાઓમાં, જેમના ગુચ્છા નરમ છે
ﮟﮠﮡﮢﮣﮤ
26:149 અને તમે પર્વતોને કોતરીને ગર્વ માટે મકાનો બનાવી રહ્યા છો
ﮥﮦﮧﮨ
26:150 બસ ! અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
ﮩﮪﮫﮬﮭ
26:151 નીડરતાથી હદ વટાવી જનારાઓનું કહ્યું ન માનો
ﮮﮯﮰﮱﯓﯔﯕ
26:152 જે રાજ્યમાં વિદ્રોહ ફેલાવી રહ્યા છે અને પોતાનો સુધારો નથી કરતા
ﯖﯗﯘﯙﯚﯛ
26:153 તેમણે કહ્યું કે બસ ! તમે તે લોકો માંથી છો, જેમના પર જાદુ કરી દેવામાં આવ્યું
ﯜﯝﯞﯟﯠﯡﯢﯣﯤﯥﯦﯧ
26:154 તમે તો અમારા જેવા જ માનવી છો, જો તમે સાચા છો, તો કોઈ ચમત્કાર બતાવો
ﯨﯩﯪﯫﯬﯭﯮﯯﯰﯱ
26:155 પયગંબરે કહ્યું છે. આ છે ઊંટડી, પાણી પીવા માટે એક વારો તેનો અને એક નક્કી કરેલ દિવસે પીવાનો વારો તમારો
ﯲﯳﯴﯵﯶﯷﯸﯹ
26:156 (ખબરદાર) તેને ખરાબ ઇરાદા સાથે હાથ પણ ન લગાવશો, નહિતો એક મોટા દિવસની યાતના તમારી પકડ કરી લેશે
ﯺﯻﯼﯽ
26:157 તો પણ તેઓએ તેના પગ કાપી નાંખ્યા, બસ ! તેઓએ દિલગીરી વ્યક્ત કરી
ﯾﯿﰀﰁﰂﰃﰄﰅﰆﰇﰈﰉﰊ
26:158 અને યાતનાએ તેમની પકડ કરી લીધી, નિ:શંક આમાં શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો ઈમાનવાળા ન હતાં
ﰋﰌﰍﰎﰏﰐ
26:159 અને નિ:શંક તમારો પાલનહાર ઘણો જ જબરદસ્ત અને દયાળુ છે
ﭑﭒﭓﭔﭕ
26:160 લૂતની કોમના લોકોએ પણ પયગંબરને જુઠલાવ્યા
ﭖﭗﭘﭙﭚﭛﭜﭝ
26:161 તેમને તેમના ભાઇ લૂત અ.સ.એ કહ્યું, શું તમે અલ્લાહનો ડર નથી રાખતા
ﭞﭟﭠﭡﭢ
26:162 હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું
ﭣﭤﭥﭦ
26:163 બસ ! તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
ﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰﭱﭲﭳ
26:164 હું તમારી પાસેથી આના માટે કોઈ વળતર નથી ઇચ્છતો, મારું વળતર તો ફક્ત અલ્લાહ પાસે છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
ﭴﭵﭶﭷﭸ
26:165 શું તમે દુનિયાના લોકો માંથી પુરુષો સાથે (સંભોગ) કરો છો
ﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃﮄﮅ
26:166 અને તમારી જે સ્ત્રીઓને અલ્લાહએ તમારા જોડકા બનાવ્યા છે, તેમને છોડી દો છો, પરંતુ તમે હદ વટાવી જનારા જ છો
ﮆﮇﮈﮉﮊﮋﮌﮍﮎ
26:167 તે લોકોએ જવાબ આપ્યો, કે હે લૂત ! જો તુ આનાથી વંચિત ન રહ્યો તો ખરેખર તારો દેશનિકાલ કરવામાં આવશે
ﮏﮐﮑﮒﮓﮔ
26:168 લૂતે કહ્યું કે હું તમારા કાર્યથી ખૂબ જ નારાજ છું
ﮕﮖﮗﮘﮙﮚ
26:169 મારા પાલનહાર ! મને અને મારા ઘરને આનાથી બચાવી લે જે આ લોકો કરે છે
ﮛﮜﮝﮞ
26:170 બસ ! અમે તેને અને તેના (જૂથને) બચાવી લીધા
ﮟﮠﮡﮢﮣ
26:171 એક વૃદ્વ સ્ત્રી સિવાય, તે પાછળ રહી જનારા લોકો માંથી થઇ ગઇ
ﮤﮥﮦﮧ
26:172 પછી અમે બીજા દરેકને નષ્ટ કરી દીધા
ﮨﮩﮪﮫﮬﮭﮮﮯ
26:173 અને અમે તેમના પર એક ખાસ પ્રકારનો વરસાદ વરસાવ્યો. બસ ! ઘણો જ ખરાબ વરસાદ હતો, જે સચેત કરવામાં આવેલ લોકો પર વરસ્યો
ﮰﮱﯓﯔﯕﯖﯗﯘﯙﯚ
26:174 આ વાતમાં પણ ખરેખર શિખામણ છે, તેમના માંથી પણ વધારે પડતા લોકો મુસલમાન ન હતાં
ﯛﯜﯝﯞﯟﯠ
26:175 નિ:શંક તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ
ﯡﯢﯣﯤﯥ
26:176 અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા
ﯦﯧﯨﯩﯪﯫﯬ
26:177 જ્યારે તેમને શુઐબ અ.સ.એ કહ્યું, કે શું તમને ડર નથી
ﯭﯮﯯﯰﯱ
26:178 હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું
ﯲﯳﯴﯵ
26:179 અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
ﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂ
26:180 હું આના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે
ﰃﰄﰅﰆﰇﰈﰉﰊ
26:181 માપ-તોલ પૂરેપૂરું આપો, ઓછું આપનારા ન બનો
ﰋﰌﰍﰎ
26:182 અને સાચા ત્રાજવા વડે તોલો
ﰏﰐﰑﰒﰓﰔﰕﰖﰗﰘ
26:183 લોકોને તેમની વસ્તુ ઓછી કરીને ન આપો. નીડરતા સાથે ધરતીમાં વિદ્રોહ કરતા ન ફરો
ﭑﭒﭓﭔﭕﭖ
26:184 તે અલ્લાહનો ડર રાખો, જેણે તમારું અને તમારા પૂર્વજોનું સર્જન કર્યું
ﭗﭘﭙﭚﭛﭜ
26:185 તે લોકોએ કહ્યું, તમે તે લોકો માંથી છો જેમના પર જાદુ કરી દેવામાં આવે છે
ﭝﭞﭟﭠﭡﭢﭣﭤﭥﭦ
26:186 અને તું તો અમારા જેવો જ એક માનવી છે. અને અમે તો તને જુઠ બોલનારાઓ માંથી સમજીએ છીએ
ﭧﭨﭩﭪﭫﭬﭭﭮﭯﭰ
26:187 જો તું સાચા લોકો માંથી હોય તો અમારા પર આકાશના ટુકડા ફેંકી બતાવ
ﭱﭲﭳﭴﭵﭶ
26:188 કહ્યું કે મારો પાલનહાર ખૂબ સારી રીતે જાણે છે જે કંઇ તમે કરી રહ્યા છો
ﭷﭸﭹﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂ
26:189 કારણકે તે લોકોએ તેમને જુઠલાવ્યા તો, તેમને છાંયડાના દિવસના પ્રકોપે પકડી લીધા, તે ભારે દિવસનો પ્રકોપે હતો
ﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋﮌ
26:190 નિ:શંક આમાં મોટી શિખામણ છે અને તેમના માંથી વધારે પડતા લોકો મુસલમાન ન હતાં
ﮍﮎﮏﮐﮑﮒ
26:191 અને ખરેખર તમારો પાલનહાર તે જ છે, વિજયી અને દયાળુ
ﮓﮔﮕﮖﮗ
26:192 અને નિ:શંક આ (કુરઆન) સમગ્ર સૃષ્ટિના પાલનહારે અવતરિત કરેલ છે
ﮘﮙﮚﮛﮜ
26:193 આને નિષ્ઠાવાન ફરિશ્તો લઇને આવ્યો છે
ﮝﮞﮟﮠﮡﮢ
26:194 તમારા હૃદય પર અવતરિત થયું છે, કે તમે સચેત કરનારાઓ માંથી થઇ જાવ
ﮣﮤﮥﮦ
26:195 સ્પષ્ટ અરબી ભાષામાં છે
ﮧﮨﮩﮪﮫ
26:196 આગળના પયગંબરોની કિતાબોમાં પણ આ કુરઆનનું વર્ણન છે
ﮬﮭﮮﮯﮰﮱﯓﯔﯕﯖ
26:197 શું તે લોકો માટે આ નિશાની પૂરતી નથી કે કુરઆનની સત્યતાને તો ઇસ્રાઇલના વિદ્વાનો પણ જાણે છે
ﯗﯘﯙﯚﯛﯜ
26:198 અને જો અમે આ (કુરઆન)ને કોઈ ગેરઅરબ પર અવતરિત કરતા
ﯝﯞﯟﯠﯡﯢﯣ
26:199 બસ ! તે તેમની સામે આ કુરઆન પઢતો તો તેને ન સમજતા
ﯤﯥﯦﯧﯨﯩ
26:200 આવી જ રીતે અમે પાપીઓના હૃદયમાં આ ઇન્કારને નાંખી દીધું
ﯪﯫﯬﯭﯮﯯﯰﯱ
26:201 તે લોકો જ્યાં સુધી દુ:ખદાયી યાતનાને જોઇ ન લે, ત્યાં સુધી ઈમાન નહીં લાવે
ﯲﯳﯴﯵﯶﯷ
26:202 બસ ! તે યાતના તેમની પાસે અચાનક આવી જશે, તેમને આના વિશે ભાન પણ નહીં હોય
ﯸﯹﯺﯻﯼ
26:203 તે સમયે કહેશે કે શું અમને થોડીક મહેતલ આપવામાં આવશે
ﯽﯾﯿ
26:204 બસ ! શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરે છે
ﰀﰁﰂﰃﰄ
26:205 સારું, એ પણ જણાવો કે જો અમે તે લોકોને કેટલાય વર્ષ સુધી લાભ લેવા દઇએ
ﰅﰆﰇﰈﰉﰊ
26:206 પછી તેમને તે યાતના આવશે, જેની ધમકી આપવામાં આવતી હતી
ﭑﭒﭓﭔﭕﭖﭗ
26:207 તો જે કંઇ પણ આ લોકો કરતા રહ્યા, તે માંથી કંઇ પણ ફાયદો નહીં પહોંચે
ﭘﭙﭚﭛﭜﭝﭞﭟ
26:208 અમે સચેત કરનારાને મોકલ્યા વગર કોઈ વસ્તીવાળાઓને નષ્ટ નથી કર્યા
ﭠﭡﭢﭣﭤ
26:209 શિખામણ માટે. અને અમે અત્યાચાર કરવાવાળા નથી
ﭥﭦﭧﭨﭩ
26:210 આ કુરઆનને શેતાન નથી લાવ્યા
ﭪﭫﭬﭭﭮﭯ
26:211 તે આના માટે સક્ષમ નથી, ન તો તે આ બાબતે શક્તિ ધરાવે છે
ﭰﭱﭲﭳﭴ
26:212 પરંતુ તે તો સાંભળવાથી પણ વંચિત કરી દેવામાં આવ્યા
ﭵﭶﭷﭸﭹﭺﭻﭼﭽﭾ
26:213 બસ ! તમે અલ્લાહ સિવાય કોઈને ન પોકારો, જેથી તમે પણ સજા પામનારા બની જાવ
ﭿﮀﮁﮂ
26:214 પોતાના સંબંધીઓને સચેત કરી દો
ﮃﮄﮅﮆﮇﮈﮉ
26:215 જે પણ ઈમાન લાવી તમારું અનુસરણ કરે, તેમની સાથે નમ્રતાભર્યું વર્તન કરો
ﮊﮋﮌﮍﮎﮏﮐﮑ
26:216 જો આ લોકો તમારી અવજ્ઞા કરે તો તમે જાહેર કરી દો કે, હું તે કાર્યોથી અળગો છું જે તમે કરી રહ્યા છો
ﮒﮓﮔﮕﮖ
26:217 પોતાનો સંપૂર્ણ ભરોસો વિજયી, દયાળુ અલ્લાહ પર રાખ
ﮗﮘﮙﮚﮛ
26:218 જે તમને જોતો રહે છે, જ્યારે તમે ઊભા થાવ છો
ﮜﮝﮞﮟ
26:219 અને સિજદા કરવાવાળાઓની વચ્ચે તમારું ફરવું પણ
ﮠﮡﮢﮣﮤ
26:220 તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જાણકાર છે
ﮥﮦﮧﮨﮩﮪﮫ
26:221 શું તમને હું જણાવું કે શેતાન કોની તરફ આવે છે
ﮬﮭﮮﮯﮰﮱ
26:222 તે દરેક જુઠ્ઠા અને પાપીઓ તરફ આવે છે
ﯓﯔﯕﯖﯗ
26:223 અફવાઓ સંભળાવી દે છે અને તેમના માંથી વધારે પડતા લોકો જુઠ્ઠા છે
ﯘﯙﯚﯛ
26:224 કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે
ﯜﯝﯞﯟﯠﯡﯢﯣ
26:225 શું તમે નથી જોયું કે કવિ જંગલોમાં માથા પછાડતા ફરે છે
ﯤﯥﯦﯧﯨﯩ
26:226 અને તે લોકો જે કહે છે તે કરતા નથી
ﯪﯫﯬﯭﯮﯯﯰﯱﯲﯳﯴﯵﯶﯷﯸﯹﯺﯻﯼﯽﯾ
26:227 ઈમાનવાળા અને સત્કાર્ય કરનારા સિવાય અને અલ્લાહના નામનું સ્મરણ વધારે કર્યું અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, જે લોકોએ અત્યાચાર કર્યો છે, તે લોકો પણ નજીકમાં જાણી લેશે કે કેવા પડખે પલટશે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers