PDF —
60 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અઝ-ઝારિયાત pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અઝ-ઝારિયાત pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અઝ-ઝારિયાત ભાષાંતર. સૂરા અઝ-ઝારિયાત (Meccan) 60 આયત.

← કાફસૂરા અઝ-ઝારિયાત અત-તૂર →


60 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﯤﯥﯦ
51:1 સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)
ﯧﯨﯩ
51:2 પછી ભાર ઉઠાવનારના
ﯪﯫﯬ
51:3 પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ)
ﯭﯮﯯ
51:4 પછી કાર્યને વહેંચી નાખનાર (અર્થાત તે ફરિશ્તાઓ જેઓ કાર્યની વહેંચણી કરી લેં છે)
ﯰﯱﯲﯳ
51:5 નિ:શંક તમને જે વચનો કરવામાં આવે છે, (બધા) સાચ્ચા છે
ﯴﯵﯶﯷ
51:6 અને નિ:શંક ન્યાય થશે
ﭑﭒﭓﭔ
51:7 સોગંદ છે વિવિધ રૂપોવાળા આકાશના
ﭕﭖﭗﭘﭙ
51:8 નિ:શંક તમે વિવિધ વાતો કરો છો
ﭚﭛﭜﭝﭞ
51:9 આનાથી તે વંચિત રાખવામાં આવે છે જે ફરી ગયો હોય
ﭟﭠﭡ
51:10 નષ્ટ થાય અટકળો કરનારા
ﭢﭣﭤﭥﭦﭧ
51:11 જેઓ બેદરકાર છે અને ભાનવિહોણા છે
ﭨﭩﭪﭫﭬ
51:12 પુછે છે કે બદલાનો દિવસ કયારે આવશે
ﭭﭮﭯﭰﭱﭲ
51:13 હાં, આ તે દિવસ છે કે આ લોકો આગમાં ઉલટ-પુલટ પડયા હશે
ﭳﭴﭵﭶﭷﭸﭹﭺ
51:14 પોતાના ઉપદ્રવનો સ્વાદ ચાખો, આ જ છે, જેની તમે ઉતાવળ કરતા હતા
ﭻﭼﭽﭾﭿﮀ
51:15 નિ:શંક ડરનારાઓ જન્નતો અને ઝરણાઓમાં હશે
ﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉﮊﮋ
51:16 તેમના પાલનહારે જે કંઇ તેમને આપ્યુ છે તેને લઇ રહ્યા હશે, તે તો આ પહેલા પણ સદાચારી હતા
ﮌﮍﮎﮏﮐﮑﮒ
51:17 તેઓ રાત્રે ખુબ જ ઓછું સૂતા હતા
ﮓﮔﮕﮖ
51:18 અને સહરી ના સમયે માફી માંગતા હતા
ﮗﮘﮙﮚﮛﮜ
51:19 અને તેમના ધનમાં માંગવાવાળાઓ માટે અને માંગવાથી બચનારાઓ માટે ભાગ હતો
ﮝﮞﮟﮠﮡ
51:20 અને વિશ્ર્વાસ કરનારાઓ માટે તો ધરતી પર ઘણી જ નિશાનીઓ છે
ﮢﮣﮤﮥﮦﮧ
51:21 અને સ્વયં તમારા અસ્તિતવમાં પણ, શું તમે જોતા નથી
ﮨﮩﮪﮫﮬﮭ
51:22 તમારી રોજી અને જે વચન તમને કરવામાં આવે છે, બધુ જ આકાશમાં છે
ﮮﮯﮰﮱﯓﯔﯕﯖﯗﯘ
51:23 આકાશ અને ધરતીના પાલનહારના સોગંદ, કે આ ખરેખર સાચ્ચું છે, એવું જ જેવી કે તમે વાતો કરો છો
ﯙﯚﯛﯜﯝﯞﯟ
51:24 શું તમને ઇબ્રાહીમના પ્રતિષ્ઠિત મહેમાનોની ખબર પહોંચી છે
ﯠﯡﯢﯣﯤﯥﯦﯧﯨﯩﯪ
51:25 તેઓ જ્યારે તેમની પાસે આવ્યા તો તેમણે સલામ કર્યું, ઇબ્રાહીમે સલામનો જવાબ આપ્યો (અને કહ્યું આ તો) અજાણ્યા લોકો છે
ﯫﯬﯭﯮﯯﯰﯱ
51:26 પછી ચુપચાપ ઝડપથી પોતાના ઘરવાળાઓ પાસે ગયા અને એક હષ્ટપુષ્ટ વાછરડું (નું માસ) લાવ્યા
ﯲﯳﯴﯵﯶﯷ
51:27 અને તેને તેમની સામે મુકયું. અને કહ્યું તમે ખાતા નથી
ﯸﯹﯺﯻﯼﯽﯾﯿﰀﰁﰂﰃ
51:28 પછી મનમાં જ તેમનાથી ભયભીત થઇ ગયા, તેમણે કહ્યું “ તમે ભયભીત ન થાવ” અને તેમણે (હઝરત ઇબ્રાહીમ) ને એક જ્ઞાનવાન સંતાનની ખુશખબર આપી
ﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌﰍ
51:29 બસ ! તેમની પત્નિ આગળ વધી અને આશ્ર્ચર્યમાં પોતાના મોઢાં ઉપર હાથ મારતા કહ્યું કે હું તો ઘરડી છું અને સાથે વાંઝણી પણ
ﰎﰏﰐﰑﰒﰓﰔﰕﰖﰗ
51:30 તેમણે કહ્યું હાં તારા પાલનહારે આવી જ રીતે ફરમાવ્યું છે. નિ:શંક તે તત્તવદર્શી અને જાણનાર છે
ﭑﭒﭓﭔﭕﭖﭗ
51:31 (હઝરત ઇબ્રાહીમે) કહ્યું કે અલ્લાહના મોકલેલા (ફરિશ્તાઓ) તમારો શું હેતુ છે
ﭘﭙﭚﭛﭜﭝﭞ
51:32 તેમણે જવાબ આપ્યો કે અમે દુરાચારી કોમ તરફ મોકલવામાં આવ્યા છે
ﭟﭠﭡﭢﭣﭤ
51:33 જેથી અમે તેમના પર માટીની કાંકરીઓ વરસાવીએ
ﭥﭦﭧﭨﭩ
51:34 જે તારા પાલનહાર તરફથી નિશાનવાળી છે, તે હદવટાવી નાખનારાઓ માટે
ﭪﭫﭬﭭﭮﭯﭰ
51:35 બસ ! જેટલા ઇમાનવાળાઓ ત્યાં હતા, અમે તેમને બચાવી લીધા
ﭱﭲﭳﭴﭵﭶﭷﭸ
51:36 અને અમે ત્યાં મુસલ્માનોનું ફકત એક જ ઘર જોયું
ﭹﭺﭻﭼﭽﭾﭿﮀ
51:37 અને અમે ત્યાં તેમના માટે, જે દુ:ખદાયી યાતનાનો ડર રાખે છે એક નિશાની છોડી
ﮁﮂﮃﮄﮅﮆﮇﮈﮉ
51:38 મૂસાના (કિસ્સા) માં (પણ અમારા તરફ થી એક નિશાની છે) કે અમે તેને ફિરઓન તરફ ખુલ્લા પૂરાવા આપી મોકલ્યા
ﮊﮋﮌﮍﮎﮏﮐ
51:39 બસ ! તેણે પોતાના સામર્થ્ય ઉપર મોંઢુ ફેરવ્યું અને કહેવા લાગ્યો આ જાદુગર છે અથવા તો પાગલ છે
ﮑﮒﮓﮔﮕﮖﮗﮘ
51:40 છેવટે અમે તેને અને તેના લશ્કરને અમારી યાતનામાં પકડી દરિયામાં નાખી દીધો અને તે હતો જ ઝાટકણીને લાયક
ﮙﮚﮛﮜﮝﮞﮟﮠ
51:41 આવી જ રીતે આદમાં (પણ અમારા તરફ થી એક નિશાની છે) જ્યારે અમે તેઓના પર ઉજ્જડ પવન મોકલ્યો
ﮡﮢﮣﮤﮥﮦﮧﮨﮩﮪ
51:42 તે જે વસ્તુ પર પડતી તેને ખોખરા હાડકા જેવું (ચૂરે ચૂરા) કરી નાખતી હતી
ﮫﮬﮭﮮﮯﮰﮱﯓﯔ
51:43 અને ષમૂદ (ના કિસ્સા) માં પણ (ચેતવણી) છે, જ્યારે તેઓને કહેવામાં આવ્યુ કે તમે થોડાક દિવસો સુધી ફાયદો ઉઠાવી લો
ﯕﯖﯗﯘﯙﯚﯛﯜﯝ
51:44 પરંતુ તેઓએ પોતાના પાલનહારના આદેશનો ભંગ કર્યો, જેથી તેઓને જોતજાતામાં (વાવાઝોડા) એ નષ્ટ કરી દીધા
ﯞﯟﯠﯡﯢﯣﯤﯥ
51:45 બસ ! ન તો તેઓ ઉભા થઇ શક્યા અને ન તો બદલો લઇ શક્યા
ﯦﯧﯨﯩﯪﯫﯬﯭﯮﯯ
51:46 અને નૂહની કોમને પણ આ પહેલા (આવી જ દશા થઇ હતી) તેઓ પણ ઘણા જ અવજ્ઞાકારી હતા
ﯰﯱﯲﯳﯴﯵ
51:47 આકાશને અમે (પોતાના) હાથો વડે બનાવ્યું છે અને નિ:શંક અમે વિસ્તૃત કરવાવાળા છે
ﯶﯷﯸﯹﯺ
51:48 અને ધરતી ને અમે પાથરણું બનાવી દીધું છે. બસ ! અમે ખુબ જ સારી રીતે પાથરવાવાળા છે
ﯻﯼﯽﯾﯿﰀﰁﰂ
51:49 અને દરેક વસ્તુને અમે જોડકામાં પેદા કરી છે. જેથી તમે શિખામણ પ્રાપ્ત કરો
ﰃﰄﰅﰆﰇﰈﰉﰊﰋﰌ
51:50 બસ ! તમે અલ્લાહ તરફ દોડો ભાગો. નિ:શંક હું તમને તેના તરફથી ખુલ્લે ખુલ્લી ચેતવણી આપનારો છું
ﰍﰎﰏﰐﰑﰒﰓﰔﰕﰖﰗﰘﰙ
51:51 અને અલ્લાહ સાથે બીજા કોઇને પણ પૂજ્ય ન ઠેરવો. નિ:શંક હું તમને તેની તરફ ખુલ્લી ચેતવણી આપનાર છું
ﭑﭒﭓﭔﭕﭖﭗﭘﭙﭚﭛﭜﭝﭞ
51:52 આવી જ રીતે જે લોકો તેમના પહેલા હતા, તેઓની પાસે જે પણ પયગંબર આવ્યા તેઓએ કહીં દીધુ કે આ તો જાદુગર છે અથવા તો પાગલ છે
ﭟﭠﭡﭢﭣﭤﭥﭦ
51:53 શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે
ﭧﭨﭩﭪﭫﭬ
51:54 તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી
ﭭﭮﭯﭰﭱﭲ
51:55 અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે
ﭳﭴﭵﭶﭷﭸﭹ
51:56 મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે
ﭺﭻﭼﭽﭾﭿﮀﮁﮂﮃ
51:57 ન હું તેઓથી રોજી ઇચ્છું છું અને ન તો મારી ઇચ્છા છે કે આ લોકો મને ખવડાવે
ﮄﮅﮆﮇﮈﮉﮊﮋ
51:58 અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડનાર, શક્તિમાન અને તાકાતવર છે
ﮌﮍﮎﮏﮐﮑﮒﮓﮔﮕ
51:59 બસ ! જે લોકોએ અત્યાચાર કર્યો છે તેઓને પણ તેઓના સાથીઓ માફક જ મળશે, જેથી તેઓ ઉતાવળ ન કરે
ﮖﮗﮘﮙﮚﮛﮜﮝ
51:60 બસ ! ખરાબી છે, ઇન્કારીઓ માટે તે દિવસે, જે દિવસનું વચન તેમને આપવામાં આવ્યું છે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers