La sourate At-Tariq en Gujarati
સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના |
તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે |
તે ચમકતો તારો છે |
કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય |
માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે |
તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે |
જે પીઠ અને છાતી વચ્ચેથી નીકળે છે |
ચોક્કસપણે તે (અલ્લાહ) તેને ફરીવાર લાવવા પર શક્તિમાન છે |
જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે |
તો નહીં હોય તેની પાસે કંઇ શક્તિ, ન સહાયક |
વરસાદવાળા આકાશના સોગંદ |
અને ફાટવાવાળી જમીનના સોગંદ |
વાસ્તવમાં આ (કુરઆન) સંપૂર્ણ ફેસલો કરવાવાળો કલામ છે |
આ ઠઠ્ઠા-મજાક (ફાયદા વગરની) વાત નથી |
ખરેખર ઇન્કારીઓ યુક્તિ કરી રહ્યા છે |
અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું |
તુ ઇન્કારીઓને સમય આપ, તેમને થોડાક દિવસ છોડી દે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate At-Tariq : choisissez le récitateur pour écouter et télécharger la sourate At-Tariq complète en haute qualité.















Donnez-nous une invitation valide