PDF —
21 આયત Meccan PDF
Built right in your browser — download starts automatically

સૂરા અલ-લૈલ pdf — ડાઉનલોડ (ગુજરાતી)

સૂરા અલ-લૈલ pdf ગુજરાતી — ડાઉનલોડ સૂરા અલ-લૈલ ભાષાંતર. સૂરા અલ-લૈલ (Meccan) 21 આયત.

← અશ-શમ્સસૂરા અલ-લૈલ અદ-દુહા →


21 આયત · Meccan · ગુજરાતી
bismillah
ﮡﮢﮣﮤ
92:1 સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય
ﮥﮦﮧﮨ
92:2 સોગંદ છે દિવસ ના જ્યારે પ્રકાશિત થાય
ﮩﮪﮫﮬﮭ
92:3 સોગંદ છે તે હસ્તીના જેણે નર અને માદાનું સર્જન કર્યુ
ﮮﮯﮰﮱ
92:4 નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે
ﯓﯔﯕﯖﯗ
92:5 જેણે આપ્યું (અલ્લાહના રસ્તામાં) અને ડર્યો (પોતાના પાલનહાર થી)
ﯘﯙﯚ
92:6 અને સદવાતોની પૃષ્ઠિ કરતો રહશે
ﯛﯜﯝ
92:7 તો અમે પણ તેને સરળ રસ્તાની સહુલત કરી દઇશું
ﯞﯟﯠﯡﯢ
92:8 પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહી દાખવી
ﯣﯤﯥ
92:9 અને સદવાતોને જુઠલાવી
ﭑﭒﭓ
92:10 તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું
ﭔﭕﭖﭗﭘﭙﭚ
92:11 તેનું ધન તેને (ઉંધા) પડતી વખતે કશું કામ નહીં લાગે
ﭛﭜﭝﭞ
92:12 નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે
ﭟﭠﭡﭢﭣ
92:13 અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા
ﭤﭥﭦﭧ
92:14 મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે
ﭨﭩﭪﭫﭬ
92:15 જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે
ﭭﭮﭯﭰ
92:16 જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું
ﭱﭲﭳ
92:17 અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે
ﭴﭵﭶﭷﭸ
92:18 જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે
ﭹﭺﭻﭼﭽﭾﭿ
92:19 કોઇનો તેના પર કોઇ ઉપકાર નથી કે જેનો બદલો આપવામાં આવતો હોય
ﮀﮁﮂﮃﮄﮅ
92:20 પરંતુ ફકત પોતાના પાલનહાર ઇઝઝતવાળા તથા સર્વોચ્ચ ની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે
ﮆﮇﮈ
92:21 નિ:શંક તે (અલ્લાહ પણ) નજીકમાં રાજી થઇ જશે

પવિત્ર કુરાન


Wednesday, September 9, 2026

Don't forget us in your sincere prayers