યૂનુસ · 73/109
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા યૂનુસ
فَكَذَّبُوهُ فَنَجَّيْنَاهُ وَمَن مَّعَهُ فِي الْفُلْكِ وَجَعَلْنَاهُمْ خَلَائِفَ وَأَغْرَقْنَا الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ ۝٧٣
Fakazzaboohu fanajjainaahu wa mamm`ahoo fil fulki wa ja`alnaahum khalaaa`ifa wa aghraqnal lazeena kazzaboo bi aayaatinaa fanzur kaifa kaana `aaqibatul munzareen
📖 ગુજરાતીમાં
તો તે લોકો તેમને જુઠલાવતા રહ્યા, બસ! અમે તેમને અને જે લોકો તેમની સાથે જહાજમાં સવાર હતા, (પ્રકોપથી) બચાવી લીધા અને તે લોકોને નાયબ બનાવી દીધા અને જે લોકોએ અમારી આયતોને જુઠલાવી હતી તે લોકોને ડુબાડી દીધા. તો તમે જુઓ તે લોકોની દશા કેવી થઇ ? જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 71-75 — સૂરા યૂનુસ

71۞ وَاتْلُ عَلَيْهِمْ نَبَأَ نُوحٍ إِذْ قَالَ لِقَوْمِهِ يَا قَوْمِ إِن كَانَ كَبُرَ عَلَيْكُم مَّقَامِي وَتَذْكِيرِي بِآيَاتِ اللَّهِ فَعَلَى اللَّهِ تَوَكَّلْتُ فَأَجْمِعُوا أَمْرَكُمْ وَشُرَكَاءَكُمْ ثُمَّ لَا يَكُنْ أَمْرُكُمْ عَلَيْكُمْ غُمَّةً ثُمَّ اقْضُوا إِلَيَّ وَلَا تُنظِرُونِ
અને તમે તેમને નૂહ (અ.સ.)નો કિસ્સો વાંચી સંભળાવો, જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, કે હે મારી કોમના લોકો ! જો તમને મારું અહીંયા રહેવું અને અલ્લાહના આદેશોની શિખામણ આપવી કઠીન લાગતું હોય, તો મારો ભરોસો અલ્લાહ પર જ છે, તમે પોતાની યુક્તિ પોતાના ભાગીદારો સાથે મજબૂત કરી લો, પછી તમારી ચાલ તમારા ખંડનનું કારણ ન બનવી જોઇએ, પછી મારી સાથે જે કરવું હોય કરી લો મને મહેતલ ન આપો
72فَإِن تَوَلَّيْتُمْ فَمَا سَأَلْتُكُم مِّنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَى اللَّهِ ۖ وَأُمِرْتُ أَنْ أَكُونَ مِنَ الْمُسْلِمِينَ
તો પણ જો તમે અળગા રહો તો મેં તમારી પાસે કોઈ વળતર તો નથી માંગ્યું, મારું વળતર તો ફકત અલ્લાહ પાસે છે અને મને આદેશ આપવામાં આવ્યો છે કે હું મુસલમાન બનીને રહું
73فَكَذَّبُوهُ فَنَجَّيْنَاهُ وَمَن مَّعَهُ فِي الْفُلْكِ وَجَعَلْنَاهُمْ خَلَائِفَ وَأَغْرَقْنَا الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا ۖ فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ
તો તે લોકો તેમને જુઠલાવતા રહ્યા, બસ! અમે તેમને અને જે લોકો તેમની સાથે જહાજમાં સવાર હતા, (પ્રકોપથી) બચાવી લીધા અને તે લોકોને નાયબ બનાવી દીધા અને જે લોકોએ અમારી આયતોને જુઠલાવી હતી તે લોકોને ડુબાડી દીધા. તો તમે જુઓ તે લોકોની દશા કેવી થઇ ? જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા
74ثُمَّ بَعَثْنَا مِن بَعْدِهِ رُسُلًا إِلَىٰ قَوْمِهِمْ فَجَاءُوهُم بِالْبَيِّنَاتِ فَمَا كَانُوا لِيُؤْمِنُوا بِمَا كَذَّبُوا بِهِ مِن قَبْلُ ۚ كَذَٰلِكَ نَطْبَعُ عَلَىٰ قُلُوبِ الْمُعْتَدِينَ
પછી નૂહ અ.સ. પછી અમે બીજા પયગંબરોને તેમની કોમ તરફ મોકલ્યા તો, તે લોકો તેમની પાસે સ્પષ્ટ પુરાવા લઇને આવ્યા, બસ ! જે વસ્તુને તે લોકોએ પ્રથમ વખતે જુઠલાવી દીધી, પછી તેઓ માનવાવાળા ન થયા, અલ્લાહ તઆલા આવી જ રીતે હદ વટાવી દેનારાઓના હૃદયો પર મહોર લગાવી દે છે
75ثُمَّ بَعَثْنَا مِن بَعْدِهِم مُّوسَىٰ وَهَارُونَ إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ بِآيَاتِنَا فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا مُّجْرِمِينَ
પછી તે પયગંબરો પછી અમે મૂસા (અ.સ.) અને હારૂન (અ.સ.) ને ફિરઔન અને તેના સરદારો પાસે પોતાની નિશાનીઓ આપીને મોકલ્યા, તો તે લોકોએ ઘમંડ કર્યુ અને તે લોકો અપરાધીઓ હતા
યૂનુસકુરાન સૂચિ
109આયત
MeccanRevelation
73આયત

ભાષાંતર — યૂનુસ 73

સૂરા યૂનુસ આયત 73 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો તે લોકો તેમને જુઠલાવતા રહ્યા, બસ! અમે તેમને અને…

સૂરા આયત 73/109 — સૂરા યૂનુસ يونس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા યૂનુસ સાંભળો, સૂરા યૂનુસ ભાષાંતર, સૂરા યૂનુસ mp3, સૂરા યૂનુસ pdf. આયત 71–75. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers