અલ-અનઆમ · 73/165
ભાષાંતર ઉચ્ચારણ — અલ-અનઆમ
وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۖ وَيَوْمَ يَقُولُ كُن فَيَكُونُ ۚ قَوْلُهُ الْحَقُّ ۚ وَلَهُ الْمُلْكُ يَوْمَ يُنفَخُ فِي الصُّورِ ۚ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ ۝٧٣
Wa an Huwal lazee khalaqas samaawaati wal arda bilhaqq; wa Yawma yaqoolu kun fa yakoon; Qawluhul haqq; wa lahul mulku Yawma yunfakhu fis Soor; `Aalimul Ghaibi wash shahaadah; wa Huwal Hakeemul Khabeer
📖 ગુજરાતીમાં
અને તે જ છે જેણે આકાશો અને ધરતીનું સત્ય સાથે (ફાયદા માટે) સર્જન કર્યુ, અને જે સમયે અલ્લાહ તઆલા એટલું કહી દેશે, તું થઇ જા, બસ ! તે થઇ જશે, તેનું કહેવું સાચું અને અસરકારક છે અને દરેક સામ્રાજ્ય તેની જ હશે, જ્યારે કે સૂર ફૂંકવામાં આવશે, તે છૂપી અને જાહેર વસ્તુને સારી રીતે જાણે છે અને તે જ મોટી હિકમતવાળો, સંપૂર્ણ ખબર રાખનાર છે
🎧 સાંભળો

📜 આયત 71-75 — અલ-અનઆમ

71قُلْ أَنَدْعُو مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلَىٰ أَعْقَابِنَا بَعْدَ إِذْ هَدَانَا اللَّهُ كَالَّذِي اسْتَهْوَتْهُ الشَّيَاطِينُ فِي الْأَرْضِ حَيْرَانَ لَهُ أَصْحَابٌ يَدْعُونَهُ إِلَى الْهُدَى ائْتِنَا ۗ قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَىٰ ۖ وَأُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ
તમે કહી દો કે શું અમે અલ્લાહ તઆલા સિવાય એવી વસ્તુને પોકારીએ, કે ન તો અમને તે ફાયદો પહોંચાડે અને ન તો નુકસાન, અને શું અમે પાછા ફરી જઇએ તે પછી કે અમને અલ્લાહ તઆલાએ સત્ય માર્ગદર્શન આપી દીધું છે, જેવું કે કોઇ વ્યક્તિ હોય કે તેને શેતાનોએ કયાંક જંગલમાં પથભ્રષ્ટ કરી દીધો હોય અને તે ભટકેલો ફરતો હોય, તેના અમુક મિત્રો પણ હોય કે તેઓ તેને સાચા રસ્તા તરફ બોલાવી રહ્યા હોય, કે અમારી પાસે આવ, તમે કહી દો કે ખરેખર વાત છે કે સત્ય માર્ગ, તે ખાસ અલ્લાહનો જ માર્ગ છે અને અમને આ આદેશ આપવામાં આવ્યો છે કે અમે સમગ્ર સૃષ્ટિના પાલનહારના સંપૂર્ણ આજ્ઞાકારી બની જઇએ
72وَأَنْ أَقِيمُوا الصَّلَاةَ وَاتَّقُوهُ ۚ وَهُوَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
અને એ કે નમાઝ કાયમ કરો અને તેનાથી ડરતા રહો અને તે જ છે જેની તરફ તમે સૌ ભેગા કરવામાં આવશો
73وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۖ وَيَوْمَ يَقُولُ كُن فَيَكُونُ ۚ قَوْلُهُ الْحَقُّ ۚ وَلَهُ الْمُلْكُ يَوْمَ يُنفَخُ فِي الصُّورِ ۚ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ
અને તે જ છે જેણે આકાશો અને ધરતીનું સત્ય સાથે (ફાયદા માટે) સર્જન કર્યુ, અને જે સમયે અલ્લાહ તઆલા એટલું કહી દેશે, તું થઇ જા, બસ ! તે થઇ જશે, તેનું કહેવું સાચું અને અસરકારક છે અને દરેક સામ્રાજ્ય તેની જ હશે, જ્યારે કે સૂર ફૂંકવામાં આવશે, તે છૂપી અને જાહેર વસ્તુને સારી રીતે જાણે છે અને તે જ મોટી હિકમતવાળો, સંપૂર્ણ ખબર રાખનાર છે
74۞ وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ آزَرَ أَتَتَّخِذُ أَصْنَامًا آلِهَةً ۖ إِنِّي أَرَاكَ وَقَوْمَكَ فِي ضَلَالٍ مُّبِينٍ
અને તે સમયને પણ યાદ કરવા જેવો છે, જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) એ પોતાના પિતા આઝરને કહ્યું કે શું તમે મૂર્તિઓને પૂજ્ય ઠેરાવો છો ? નિ:શંક હું તમને અને તમારી કોમને ખુલ્લી પથભ્રષ્ટતામાં જોઇ રહ્યો છું
75وَكَذَٰلِكَ نُرِي إِبْرَاهِيمَ مَلَكُوتَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلِيَكُونَ مِنَ الْمُوقِنِينَ
અને અમે આવી જ રીતે ઇબ્રાહીમ (અ.સ.) ને આકાશો અને ધરતીના સર્જન બતાવ્યા, જેથી સંપૂર્ણ ભરોસો કરનારાઓ માંથી થઇ જાય
અલ-અનઆમકુરાન સૂચિ
165આયત
MeccanRevelation
73આયત

ભાષાંતર — અલ-અનઆમ 73

સૂરા અલ-અનઆમ આયત 73 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તે જ છે જેણે આકાશો અને ધરતીનું સત્ય સાથે…

સૂરા આયત 73/165 — અલ-અનઆમ الأنعام (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-અનઆમ સાંભળો, અલ-અનઆમ ભાષાંતર, અલ-અનઆમ mp3, અલ-અનઆમ pdf. આયત 71–75. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers