અલ-માઇદા · 9/120
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-માઇદા
وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۙ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ ۝٩
Wa`adal laahul lazeena aamanoo wa `amilus saalihaati lahum maghfiratunw wa ajrun `azeem
📖 ગુજરાતીમાં
અલ્લાહ તઆલાનું વચન છે કે જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્ય કરે તેઓ માટે વિશાળ માફી અને ઘણું જ મોટું ફળ છે

🎧 સાંભળો


📜 આયત 7-11 — સૂરા અલ-માઇદા

7وَاذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ وَمِيثَاقَهُ الَّذِي وَاثَقَكُم بِهِ إِذْ قُلْتُمْ سَمِعْنَا وَأَطَعْنَا ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
તમને અલ્લાહ તઆલાએ જે નેઅમતો આપી છે તેને યાદ રાખો અને તેના તે વચનને પણ, જેનો કરાર તમારી સાથે થયો છે, જ્યારે કે તમે કહ્યું, અમે સાંભળ્યું અને માન્યું અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા હૃદયોની વાતોને જાણવાવાળો છે
8يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ لِلَّهِ شُهَدَاءَ بِالْقِسْطِ ۖ وَلَا يَجْرِمَنَّكُمْ شَنَآنُ قَوْمٍ عَلَىٰ أَلَّا تَعْدِلُوا ۚ اعْدِلُوا هُوَ أَقْرَبُ لِلتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ إِنَّ اللَّهَ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
હે ઈમાનવાળાઓ ! તમે અલ્લાહ માટે સત્ય પર અડગ રહેનારા બની જાવ, સાચી અને ન્યાય સાથે સાક્ષી આપનારા બની જાવ, કોઇ કોમની શત્રુતા તમને ન્યાયના વિરોધ માટે ન ઉભારે, ન્યાય કરતા રહો જે ડરવાની વધારે નજીક છે અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, ખરેખર અલ્લાહ તઆલા તમારા કાર્યોને જાણે છે
9وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ۙ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ عَظِيمٌ
અલ્લાહ તઆલાનું વચન છે કે જે લોકો ઈમાન લાવ્યા અને સત્કાર્ય કરે તેઓ માટે વિશાળ માફી અને ઘણું જ મોટું ફળ છે
10وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَٰئِكَ أَصْحَابُ الْجَحِيمِ
અને જે લોકોએ ઇન્કાર કર્યો અને અમારા આદેશોને જૂઠલાવ્યા તેઓ જહન્નમી છે
11يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ هَمَّ قَوْمٌ أَن يَبْسُطُوا إِلَيْكُمْ أَيْدِيَهُمْ فَكَفَّ أَيْدِيَهُمْ عَنكُمْ ۖ وَاتَّقُوا اللَّهَ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલાએ જે ઉપકાર તમારા પર કર્યા છે તેને તમે યાદ કરો, જ્યારે કે એક જૂથે તમારા પર અત્યાચાર કરવાનો ઇરાદો કર્યો તો અલ્લાહ તઆલાએ તેમના હાથ તમારા સુધી પહોંચતા પહેલા રોકી લીધા અને અલ્લાહ તઆલાથી ડરતા રહો અને ઈમાનવાળાઓએ અલ્લાહ તઆલા પર જ ભરોસો કરવો જોઇએ
અલ-માઇદાકુરાન સૂચિ
120આયત
MedinanRevelation
9આયત

ભાષાંતર — અલ-માઇદા 9

સૂરા અલ-માઇદા આયત 9 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અલ્લાહ તઆલાનું વચન છે કે જે લોકો ઈમાન લાવ્યા અને…

સૂરા આયત 9/120 — સૂરા અલ-માઇદા المائدة (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-માઇદા સાંભળો, સૂરા અલ-માઇદા ભાષાંતર, સૂરા અલ-માઇદા mp3, સૂરા અલ-માઇદા pdf. આયત 7–11. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers