અલ-અનઆમ · 112/165
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-અનઆમ
وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا شَيَاطِينَ الْإِنسِ وَالْجِنِّ يُوحِي بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ زُخْرُفَ الْقَوْلِ غُرُورًا ۚ وَلَوْ شَاءَ رَبُّكَ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ ۝١١٢
Wa kazaalika ja`alnaa likulli nabiyyin `aduwwan Shayaateenal insi waljinni yoohee ba`duhum ilaa ba`din zukhrufal qawli ghurooraa; wa law shaaa`a Rabbuka maa fa`aloohu fazarhum wa maa yaftaroon
📖 ગુજરાતીમાં
અને આવી જ રીતે અમે દરેક પયગંબર ના શત્રુઓ, ઘણા શેતાનોનું સર્જન કર્યુ છે, કેટલાક માનવીઓ માંથી અને કેટલાક જિન્નાતો માંથી, જેમાંથી કેટલાક લોકો કેટલાકને મીઠી-મીઠી વાતોમાં ભટકાવે છે, જેથી તેઓને ધોકામાં નાંખી દે અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો આ લોકો આવા કાર્યો ન કરતા, તો તે લોકોને અને જે કંઈ પણ જૂઠાણું ઠેરવી રહ્યા છે, તેને તમે છોડી દો

🎧 સાંભળો


📜 આયત 110-114 — સૂરા અલ-અનઆમ

110وَنُقَلِّبُ أَفْئِدَتَهُمْ وَأَبْصَارَهُمْ كَمَا لَمْ يُؤْمِنُوا بِهِ أَوَّلَ مَرَّةٍ وَنَذَرُهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
અને અમે પણ તેઓના હૃદયોને અને તેઓની દૃષ્ટિઓને ફેરવી નાખીશું, જેવું કે આ લોકો તેના પર પ્રથમ વખત ઈમાન ન લાવ્યા, અને અમે તેઓને તેઓની પથભ્રષ્ટતામાં પરેશાન રહેવા દઇશું
111۞ وَلَوْ أَنَّنَا نَزَّلْنَا إِلَيْهِمُ الْمَلَائِكَةَ وَكَلَّمَهُمُ الْمَوْتَىٰ وَحَشَرْنَا عَلَيْهِمْ كُلَّ شَيْءٍ قُبُلًا مَّا كَانُوا لِيُؤْمِنُوا إِلَّا أَن يَشَاءَ اللَّهُ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ يَجْهَلُونَ
અને જો અમે તેઓની પાસે ફરિશ્તાઓને મોકલી દેતા અને તેઓ સાથે મૃતકો વાતો કરવા લાગતા, અને અમે તે દરેક નિશાનીઓ તેઓની આંખો સમક્ષ રજૂ કરીએ છીએ, તો પણ આ લોકો કયારેય ઈમાન ન લાવતા, હાં જો અલ્લાહ ઇચ્છે તો વાત અલગ છે, પરંતુ તેઓમાં વધુ લોકો અજ્ઞાનતાની વાતો કરે છે
112وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا شَيَاطِينَ الْإِنسِ وَالْجِنِّ يُوحِي بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ زُخْرُفَ الْقَوْلِ غُرُورًا ۚ وَلَوْ شَاءَ رَبُّكَ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ
અને આવી જ રીતે અમે દરેક પયગંબર ના શત્રુઓ, ઘણા શેતાનોનું સર્જન કર્યુ છે, કેટલાક માનવીઓ માંથી અને કેટલાક જિન્નાતો માંથી, જેમાંથી કેટલાક લોકો કેટલાકને મીઠી-મીઠી વાતોમાં ભટકાવે છે, જેથી તેઓને ધોકામાં નાંખી દે અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો આ લોકો આવા કાર્યો ન કરતા, તો તે લોકોને અને જે કંઈ પણ જૂઠાણું ઠેરવી રહ્યા છે, તેને તમે છોડી દો
113وَلِتَصْغَىٰ إِلَيْهِ أَفْئِدَةُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَلِيَرْضَوْهُ وَلِيَقْتَرِفُوا مَا هُم مُّقْتَرِفُونَ
અને જેથી તેની તરફ તે લોકોના હૃદયો ઝૂકી જાય, જેઓ આખેરત પર ઈમાન નથી ધરાવતા અને જેથી તેને પસંદ કરી લે અને જે (બૂરાઈ) તે લોકો કરવા ઇચ્છે છે તે કરે
114أَفَغَيْرَ اللَّهِ أَبْتَغِي حَكَمًا وَهُوَ الَّذِي أَنزَلَ إِلَيْكُمُ الْكِتَابَ مُفَصَّلًا ۚ وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْلَمُونَ أَنَّهُ مُنَزَّلٌ مِّن رَّبِّكَ بِالْحَقِّ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
તો શું અલ્લાહ સિવાય કોઇ બીજા નિર્ણય કરનારને શોધું ? જો કે તે એવો છે કે તેણે એક પૂરી કિતાબ તમારી પાસે અવતરિત કરી, તેના પાઠોનું ખૂબ સ્પષ્ટ રીતે વર્ણન કર્યુ છે અને જે લોકોને અમે કિતાબ આપી છે તે, આ વાતને ચોક્કસપણે જાણે છે કે આ (કુરઆન) તમારા પાલનહારે સત્ય સાથે અવતરિત કર્યું છે. તો તમે શંકા કરવાવાળાઓ માંથી ન થઇ જાવ
અલ-અનઆમકુરાન સૂચિ
165આયત
MeccanRevelation
112આયત

ભાષાંતર — અલ-અનઆમ 112

સૂરા અલ-અનઆમ આયત 112 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને આવી જ રીતે અમે દરેક પયગંબર ના શત્રુઓ, ઘણા…

સૂરા આયત 112/165 — સૂરા અલ-અનઆમ الأنعام (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-અનઆમ સાંભળો, સૂરા અલ-અનઆમ ભાષાંતર, સૂરા અલ-અનઆમ mp3, સૂરા અલ-અનઆમ pdf. આયત 110–114. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers