અલ-માઇદા · 61/120
ભાષાંતર ઉચ્ચારણ — અલ-માઇદા
وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَد دَّخَلُوا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوا بِهِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ ۝٦١
Wa izaa jaaa`ookum qaalooo aamannaa wa qad dakhaloo bilkufri wa hum qad kharajoo bih; wallaahu a`lamu bimaa kaanoo yaktumoon
📖 ગુજરાતીમાં
અને જ્યારે તમારી પાસે આવે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, જો કે તેઓ ઇન્કાર કરતા જ આવ્યા હતા અને તે જ ઇન્કાર સાથે પાછા ફર્યા અને આ લોકો જે કંઈ છૂપાવી રહ્યા છે તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે
🎧 સાંભળો

📜 આયત 59-63 — અલ-માઇદા

59قُلْ يَا أَهْلَ الْكِتَابِ هَلْ تَنقِمُونَ مِنَّا إِلَّا أَنْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ مِن قَبْلُ وَأَنَّ أَكْثَرَكُمْ فَاسِقُونَ
તમે કહી દો હે કિતાબવાળાઓ ! તમે અમારી સાથે ફકત એટલા માટે જ શત્રુતા રાખો છો કે અમે અલ્લાહ તઆલા પર અને જે કંઈ પણ અમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને જે કંઈ પણ આ પહેલા અવતરિત કરવામાં આવ્યું છે, તેના પર ઈમાન લાવ્યા છે અને એટલા માટે પણ કે તમારા માંથી ઘણા લોકો વિદ્રોહી છે
60قُلْ هَلْ أُنَبِّئُكُم بِشَرٍّ مِّن ذَٰلِكَ مَثُوبَةً عِندَ اللَّهِ ۚ مَن لَّعَنَهُ اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوتَ ۚ أُولَٰئِكَ شَرٌّ مَّكَانًا وَأَضَلُّ عَن سَوَاءِ السَّبِيلِ
કહી દો કે શું હું તમને જણાવું કે તેના કરતા પણ વધારે ખરાબ ફળ પામનાર અલ્લાહ તઆલાની નજીક કોણ છે ? તેઓ, જેમના પર અલ્લાહ તઆલાએ લઅનત (ફિટકાર) કરી અને જેમના પર તે ગુસ્સે થયો અને તેઓ માંથી કેટલાકને વાંદરા અને ડુક્કર બનાવી દીધા અને જે લોકોએ ખોટા પૂજ્યોને પૂજ્યા, આ જ લોકો ખરાબ દરજ્જાવાળા છે અને આ જ લોકો સત્યમાર્ગથી ઘણા જ પથભ્રષ્ટ થઇ ગયા છે
61وَإِذَا جَاءُوكُمْ قَالُوا آمَنَّا وَقَد دَّخَلُوا بِالْكُفْرِ وَهُمْ قَدْ خَرَجُوا بِهِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِمَا كَانُوا يَكْتُمُونَ
અને જ્યારે તમારી પાસે આવે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, જો કે તેઓ ઇન્કાર કરતા જ આવ્યા હતા અને તે જ ઇન્કાર સાથે પાછા ફર્યા અને આ લોકો જે કંઈ છૂપાવી રહ્યા છે તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે
62وَتَرَىٰ كَثِيرًا مِّنْهُمْ يُسَارِعُونَ فِي الْإِثْمِ وَالْعُدْوَانِ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَعْمَلُونَ
તમે જોશો કે તેઓ માંથી વધુ પડતા લોકો પાપ, અત્યાચાર અને હરામ માલ ખાવાની તરફ લપકી રહ્યા છે, જે કંઈ પણ આ લોકો કરી રહ્યા છે તે અત્યંત ખોટા કાર્યો છે
63لَوْلَا يَنْهَاهُمُ الرَّبَّانِيُّونَ وَالْأَحْبَارُ عَن قَوْلِهِمُ الْإِثْمَ وَأَكْلِهِمُ السُّحْتَ ۚ لَبِئْسَ مَا كَانُوا يَصْنَعُونَ
તેઓને તેમના સદાચારી લોકો તથા જ્ઞાની લોકો જુઠ્ઠી વાતો કહેવાથી અને હરામ વસ્તુઓ ખાવાથી કેમ નથી રોકતા ? નિ:શંક ખરાબ કાર્ય છે જે આ લોકો કરી રહ્યા છે
અલ-માઇદાકુરાન સૂચિ
120આયત
MedinanRevelation
61આયત

ભાષાંતર — અલ-માઇદા 61

સૂરા અલ-માઇદા આયત 61 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે તમારી પાસે આવે છે તો કહે છે કે…

સૂરા આયત 61/120 — અલ-માઇદા المائدة (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-માઇદા સાંભળો, અલ-માઇદા ભાષાંતર, અલ-માઇદા mp3, અલ-માઇદા pdf. આયત 59–63. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers