ગાફિર · 27/85
ભાષાંતર ઉચ્ચારણ — ગાફિર
وَقَالَ مُوسَىٰ إِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُم مِّن كُلِّ مُتَكَبِّرٍ لَّا يُؤْمِنُ بِيَوْمِ الْحِسَابِ ۝٢٧
Wa qaala Moosaaaa innee `uztu bi Rabbee wa Rabbikum min kulli mutakabbiril laayu`minu bi Yawmil Hisaab
📖 ગુજરાતીમાં
મૂસા અ.સ.એ કહ્યું, કે હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું તે દરેક ઘમંડ કરનાર વ્યક્તિથી, જે હિસાબના દિવસ પર ઈમાન નથી ધરાવતો

🎧 સાંભળો


📜 આયત 25-29 — ગાફિર

25فَلَمَّا جَاءَهُم بِالْحَقِّ مِنْ عِندِنَا قَالُوا اقْتُلُوا أَبْنَاءَ الَّذِينَ آمَنُوا مَعَهُ وَاسْتَحْيُوا نِسَاءَهُمْ ۚ وَمَا كَيْدُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
બસ ! જ્યારે તેમની પાસે (મૂસા અ.સ.) અમારા તરફથી સત્ય લઇને આવ્યા, તો તે લોકોએ કહ્યું કે આમની સાથે જે ઈમાનવાળાઓ છે, તેમના બાળકોને તો મારી નાંખો અને તેમની બાળકીઓને જીવિત રાખો અને ઇન્કાર કરનારાઓની જે યુક્તિ છે, તે ખોટી જ છે
26وَقَالَ فِرْعَوْنُ ذَرُونِي أَقْتُلْ مُوسَىٰ وَلْيَدْعُ رَبَّهُ ۖ إِنِّي أَخَافُ أَن يُبَدِّلَ دِينَكُمْ أَوْ أَن يُظْهِرَ فِي الْأَرْضِ الْفَسَادَ
અને ફિરઔને કહ્યું કે મને છોડી દો કે જેથી હું મૂસા અ.સ.ને કતલ કરી નાંખું અને તે તેના પાલનહારને પોકારે, મને ભય છે કે આ તમારો દીન ન બદલી નાંખે અથવા શહેરમાં કોઇ વિદ્રોહ ન ફેલાવે
27وَقَالَ مُوسَىٰ إِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُم مِّن كُلِّ مُتَكَبِّرٍ لَّا يُؤْمِنُ بِيَوْمِ الْحِسَابِ
મૂસા અ.સ.એ કહ્યું, કે હું મારા અને તમારા પાલનહારના શરણમાં આવું છું તે દરેક ઘમંડ કરનાર વ્યક્તિથી, જે હિસાબના દિવસ પર ઈમાન નથી ધરાવતો
28وَقَالَ رَجُلٌ مُّؤْمِنٌ مِّنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَانَهُ أَتَقْتُلُونَ رَجُلًا أَن يَقُولَ رَبِّيَ اللَّهُ وَقَدْ جَاءَكُم بِالْبَيِّنَاتِ مِن رَّبِّكُمْ ۖ وَإِن يَكُ كَاذِبًا فَعَلَيْهِ كَذِبُهُ ۖ وَإِن يَكُ صَادِقًا يُصِبْكُم بَعْضُ الَّذِي يَعِدُكُمْ ۖ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ
અને એક ઈમાનવાળા વ્યક્તિએ, જે ફિરઔનના કુટુંબ માંથી હતો અને પોતાનું ઈમાન છૂપાવી રહ્યો હતો, કહ્યું કે શું તમે એક વ્યક્તિને ફક્ત આટલી વાત માટે કતલ કરો છો કે તે કહે છે, કે મારો પાલનહાર અલ્લાહ છે અને તમારા પાલનહાર તરફથી પુરાવા લઇને આવ્યો અને તે જુઠો હોય, તો તેનું જૂઠ તેના માટે જ છે અને જો તે સાચો હોય તો જે (યાતના)નું વચન તમારી સમક્ષ કરી રહ્યો છે, તેમાંથી કંઈક તો તમારા પર આવી પહોંચશે, અલ્લાહ તઆલા તેને માર્ગ નથી બતાવતો, જે અતિરેક કરનાર અને જુઠ્ઠા છે
29يَا قَوْمِ لَكُمُ الْمُلْكُ الْيَوْمَ ظَاهِرِينَ فِي الْأَرْضِ فَمَن يَنصُرُنَا مِن بَأْسِ اللَّهِ إِن جَاءَنَا ۚ قَالَ فِرْعَوْنُ مَا أُرِيكُمْ إِلَّا مَا أَرَىٰ وَمَا أَهْدِيكُمْ إِلَّا سَبِيلَ الرَّشَادِ
હે મારી કોમના લોકો ! આજના દિવસે બાદશાહત તમારી છે, કે આ ધરતી પર તમે વિજયી છો, પરંતુ જો અલ્લાહનો પ્રકોપ અમારા પર આવી ગયો તો અમારી મદદ કરવાવાળો કોણ છે ? ફિરઔને કહ્યું, કે હું તો તમને તે જ સૂચન કરી રહ્યો છું, જે જોઇ રહ્યો છું અને હું તો તમને ભલાઇનો માર્ગ જ બતાવી રહ્યો છું
ગાફિરકુરાન સૂચિ
85આયત
MeccanRevelation
27આયત

ભાષાંતર — ગાફિર 27

સૂરા ગાફિર આયત 27 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : મૂસા અ.સ.એ કહ્યું, કે હું મારા અને તમારા પાલનહારના શરણમાં…

સૂરા આયત 27/85 — ગાફિર غافر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: ગાફિર સાંભળો, ગાફિર ભાષાંતર, ગાફિર mp3, ગાફિર pdf. આયત 25–29. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers