અલ-માઇદા · 99/120
ભાષાંતર ઉચ્ચારણ — અલ-માઇદા
مَّا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ ۗ وَاللَّهُ يَعْلَمُ مَا تُبْدُونَ وَمَا تَكْتُمُونَ ۝٩٩
Maa `alar Rasooli illal balaagh; wallaahu ya`lamu maa tubdoona wa maa taktumoon
📖 ગુજરાતીમાં
પયગંબરના જવાબદારી તો ફકત પહોંચાડી દેવાની છે અને અલ્લાહ તઆલા બધું જ જાણે છે, જે કંઈ પણ તમે જાહેર કરો છો અને જે કંઈ પણ તમે છુપાવો છો

🎧 સાંભળો


📜 આયત 97-101 — અલ-માઇદા

97۞ جَعَلَ اللَّهُ الْكَعْبَةَ الْبَيْتَ الْحَرَامَ قِيَامًا لِّلنَّاسِ وَالشَّهْرَ الْحَرَامَ وَالْهَدْيَ وَالْقَلَائِدَ ۚ ذَٰلِكَ لِتَعْلَمُوا أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَأَنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
અલ્લાહ તઆલાએ કાબાને, જે પવિત્ર સ્થળ છે, લોકોને અડગ રહેવા માટેનું કારણ બનાવી દીધું, અને ઇજજતવાળા મહિનાને પણ અને હરમમાં કુરબાન થનાર જાનવરને પણ અને તે જાનવરોને પણ જેમના ગળામાં પટ્ટા હોય, આ એટલા માટે કે જેથી તમે તે વાતને માની લો કે નિ:શંક અલ્લાહ તઆલા આકાશો અને ધરતીની દરેક વસ્તુને જાણે છે. અને નિ:શંક અલ્લાહ તઆલા બધી જ વસ્તુઓને ખૂબ સારી રીતે જાણે છે
98اعْلَمُوا أَنَّ اللَّهَ شَدِيدُ الْعِقَابِ وَأَنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
તમે જાણી લો કે અલ્લાહ તઆલા યાતના પણ સખત આપનાર છે અને અલ્લાહ તઆલા મોટો માફ કરનાર અને ઘણો જ દયાળુ પણ છે
99مَّا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ ۗ وَاللَّهُ يَعْلَمُ مَا تُبْدُونَ وَمَا تَكْتُمُونَ
પયગંબરના જવાબદારી તો ફકત પહોંચાડી દેવાની છે અને અલ્લાહ તઆલા બધું જ જાણે છે, જે કંઈ પણ તમે જાહેર કરો છો અને જે કંઈ પણ તમે છુપાવો છો
100قُل لَّا يَسْتَوِي الْخَبِيثُ وَالطَّيِّبُ وَلَوْ أَعْجَبَكَ كَثْرَةُ الْخَبِيثِ ۚ فَاتَّقُوا اللَّهَ يَا أُولِي الْأَلْبَابِ لَعَلَّكُمْ تُفْلِحُونَ
તમે કહી દો કે અપવિત્ર અને પવિત્ર સરખું નથી, ભલેને તમને અપવિત્ર સારું લાગતું હોય, અલ્લાહ તઆલાથી ડરતા રહો, હે બુદ્ધિશાળી લોકો ! જેથી તમે સફળ બનો
101يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَسْأَلُوا عَنْ أَشْيَاءَ إِن تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ وَإِن تَسْأَلُوا عَنْهَا حِينَ يُنَزَّلُ الْقُرْآنُ تُبْدَ لَكُمْ عَفَا اللَّهُ عَنْهَا ۗ وَاللَّهُ غَفُورٌ حَلِيمٌ
હે ઈમાનવાળાઓ ! એવી વાતો વિશે સવાલ ન કરો કે જો તમને જણાવી દેવામાં આવે તો તમને પસંદ ન આવે અને જો તમે કુરઆનના અવતરણના સમયે તે વાતો વિશે સવાલ કરશો તો તમારા પર જાહેર કરી દેવામાં આવશે, પાછલા સવાલોને અલ્લાહ તઆલાએ માફ કરી દીધા અને અલ્લાહ ખૂબ જ માફ કરનાર અને ધૈર્યવાન છે
અલ-માઇદાકુરાન સૂચિ
120આયત
MedinanRevelation
99આયત

ભાષાંતર — અલ-માઇદા 99

સૂરા અલ-માઇદા આયત 99 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પયગંબરના જવાબદારી તો ફકત પહોંચાડી દેવાની છે અને અલ્લાહ તઆલા…

સૂરા આયત 99/120 — અલ-માઇદા المائدة (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-માઇદા સાંભળો, અલ-માઇદા ભાષાંતર, અલ-માઇદા mp3, અલ-માઇદા pdf. આયત 97–101. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers