અલ-અનઆમ · 140/165
ભાષાંતર ઉચ્ચારણ — અલ-અનઆમ
قَدْ خَسِرَ الَّذِينَ قَتَلُوا أَوْلَادَهُمْ سَفَهًا بِغَيْرِ عِلْمٍ وَحَرَّمُوا مَا رَزَقَهُمُ اللَّهُ افْتِرَاءً عَلَى اللَّهِ ۚ قَدْ ضَلُّوا وَمَا كَانُوا مُهْتَدِينَ ۝١٤٠
Qad khasiral lazeena qatalooo awlaadahum safaham bighairi `ilminw wa harramoo maa razaqahumul laahuf tiraaa`an `alal laah; qad dalloo wa maa kaanoo muhtadeen
📖 ગુજરાતીમાં
ખરેખર તેઓ નુકસાનમાં પડી ગયા, જેમણે પોતાના સંતાનને ફકત અજ્ઞાનતા અને મૂર્ખતાના કારણે કતલ કરી દીધા, અને જે વસ્તુ તે લોકોને અલ્લાહએ ખાવા-પીવા માટે આપી, તેને હરામ ઠેરવી દીધી, અલ્લાહ પર જૂઠાણું ઠેરાવવાના કારણે, નિ:શંક આ લોકો પથભ્રષ્ટતામાં પડી ગયા અને ક્યારેય સત્યમાર્ગ પર ચાલવાવાળા ન બન્યા
🎧 સાંભળો

📜 આયત 138-142 — અલ-અનઆમ

138وَقَالُوا هَٰذِهِ أَنْعَامٌ وَحَرْثٌ حِجْرٌ لَّا يَطْعَمُهَا إِلَّا مَن نَّشَاءُ بِزَعْمِهِمْ وَأَنْعَامٌ حُرِّمَتْ ظُهُورُهَا وَأَنْعَامٌ لَّا يَذْكُرُونَ اسْمَ اللَّهِ عَلَيْهَا افْتِرَاءً عَلَيْهِ ۚ سَيَجْزِيهِم بِمَا كَانُوا يَفْتَرُونَ
અને તેઓ પોતાના વિચારો દ્વારા એમ પણ કહે છે કે આ કેટલાક જાનવરો અને ખેતરો છે જેનો વપરાશ દરેક લોકો માટે નથી, તેઓને કોઇ નથી ખાઈ શકતું ફકત તે જ લોકો (ખાઈ શકે છે) જેને અમે ઇચ્છીએ અને જાનવરો છે જેના પર સવારી અને ભાર ઉઠાવવાને હરામ કરી દીધું અને કેટલાક જાનવરો છે જેના પર આ લોકો અલ્લાહ તઆલાનું નામ નથી લેતા, ફકત અલ્લાહ પર જૂઠાણું ઠેરાવવાના કારણે, હવે અલ્લાહ તઆલા તેઓના જૂઠની સજા આપી દેશે
139وَقَالُوا مَا فِي بُطُونِ هَٰذِهِ الْأَنْعَامِ خَالِصَةٌ لِّذُكُورِنَا وَمُحَرَّمٌ عَلَىٰ أَزْوَاجِنَا ۖ وَإِن يَكُن مَّيْتَةً فَهُمْ فِيهِ شُرَكَاءُ ۚ سَيَجْزِيهِمْ وَصْفَهُمْ ۚ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ
અને તેઓ કહે છે કે જે વસ્તુ તે જાનવરોના પેટમાં છે, તે ફકત અમારા પુરુષો માટે જ છે, અને અમારી સ્ત્રીઓ પર હરામ છે અને જો મૃત છે તો તેમાં સૌનો ભાગ છે, હવે અલ્લાહ તેઓને તેમના જૂઠાણાંની સજા આપી દેશે, નિ:શંક તે હિકમતવાળો અને ઘણો જ જ્ઞાની છે
140قَدْ خَسِرَ الَّذِينَ قَتَلُوا أَوْلَادَهُمْ سَفَهًا بِغَيْرِ عِلْمٍ وَحَرَّمُوا مَا رَزَقَهُمُ اللَّهُ افْتِرَاءً عَلَى اللَّهِ ۚ قَدْ ضَلُّوا وَمَا كَانُوا مُهْتَدِينَ
ખરેખર તેઓ નુકસાનમાં પડી ગયા, જેમણે પોતાના સંતાનને ફકત અજ્ઞાનતા અને મૂર્ખતાના કારણે કતલ કરી દીધા, અને જે વસ્તુ તે લોકોને અલ્લાહએ ખાવા-પીવા માટે આપી, તેને હરામ ઠેરવી દીધી, અલ્લાહ પર જૂઠાણું ઠેરાવવાના કારણે, નિ:શંક આ લોકો પથભ્રષ્ટતામાં પડી ગયા અને ક્યારેય સત્યમાર્ગ પર ચાલવાવાળા ન બન્યા
141۞ وَهُوَ الَّذِي أَنشَأَ جَنَّاتٍ مَّعْرُوشَاتٍ وَغَيْرَ مَعْرُوشَاتٍ وَالنَّخْلَ وَالزَّرْعَ مُخْتَلِفًا أُكُلُهُ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۚ كُلُوا مِن ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَآتُوا حَقَّهُ يَوْمَ حَصَادِهِ ۖ وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ
અને તે જ છે જેણે બગીચાઓ બનાવ્યા, તેના પર વેલ ચઢાવવામાં આવી છે અને તેવા (બગીચાઓ) પણ, જેમના પર વેલ ચઢાવવામાં આવી નથી, અને ખજૂરના વૃક્ષો, અને ખેતરો જેમાં ખાવાની વસ્તુઓ અલગ-અલગ પ્રકારની હોય છે અને ઝૈતૂન અને દાડમ, જે સમાન હોય છે અને અસમાન પણ હોય, તે દરેક પ્રકારના ફળો માંથી ખાઓ જ્યારે તે ઉગે અને તેમાં જે હક જરૂરી છે, તે તેમની કાપણી વખતે આપી દો, અને હદ વટાવી જનાર ન બનો, ખરેખર તે (અલ્લાહ) હદ વટાવી જનારને પસંદ નથી કરતો
142وَمِنَ الْأَنْعَامِ حَمُولَةً وَفَرْشًا ۚ كُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
અને લાંબા તથા ઠીંગણા જાનવરોનું (સર્જન કર્યું), જે કંઈ અલ્લાહએ તમને આપ્યું છે ખાઓ, અને શેતાનનું અનુસરણ ન કરો, નિ:શંક તે તમારો ખુલ્લો શત્રુ છે
અલ-અનઆમકુરાન સૂચિ
165આયત
MeccanRevelation
140આયત

ભાષાંતર — અલ-અનઆમ 140

સૂરા અલ-અનઆમ આયત 140 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ખરેખર તેઓ નુકસાનમાં પડી ગયા, જેમણે પોતાના સંતાનને ફકત અજ્ઞાનતા…

સૂરા આયત 140/165 — અલ-અનઆમ الأنعام (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-અનઆમ સાંભળો, અલ-અનઆમ ભાષાંતર, અલ-અનઆમ mp3, અલ-અનઆમ pdf. આયત 138–142. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers