અલ-અનઆમ · 69/165
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-અનઆમ
وَمَا عَلَى الَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِم مِّن شَيْءٍ وَلَٰكِن ذِكْرَىٰ لَعَلَّهُمْ يَتَّقُونَ ۝٦٩
Wa maa `alal lazeena yattaqoona min hisaabihim min shai`inw wa laakin zikraa la`allahum yattaqoon
📖 ગુજરાતીમાં
અને જે લોકો ડરવાવાળા છે, તેઓ પર તેઓની વાતોનો કોઇ અસર નહીં થાય, પરંતુ તેઓની જવાબદારી શિખામણ આપી દેવાની છે, કદાચ તે લોકો પણ ડરવા લાગે

🎧 સાંભળો


📜 આયત 67-71 — સૂરા અલ-અનઆમ

67لِّكُلِّ نَبَإٍ مُّسْتَقَرٌّ ۚ وَسَوْفَ تَعْلَمُونَ
દરેક ખબર નો એક સમય છે અને નજીક માંજ તમને ખબર પડી જશે
68وَإِذَا رَأَيْتَ الَّذِينَ يَخُوضُونَ فِي آيَاتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ وَإِمَّا يُنسِيَنَّكَ الشَّيْطَانُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرَىٰ مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
અને જ્યારે તમે તે લોકોને જૂઓ જેઓ અમારી આયતોમાં ખામી શોધી રહ્યા છે, તમે તે લોકોથી અળગા થઇ જાવ, ત્યાં સુધી કે તેઓ કોઇ બીજી વાતમાં પડી જાય અને જો તમને શેતાન ભૂલાવી દે તો, યાદ આવ્યા પછી ફરી આવા અત્યાચારી લોકો સાથે ન બેસો
69وَمَا عَلَى الَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِم مِّن شَيْءٍ وَلَٰكِن ذِكْرَىٰ لَعَلَّهُمْ يَتَّقُونَ
અને જે લોકો ડરવાવાળા છે, તેઓ પર તેઓની વાતોનો કોઇ અસર નહીં થાય, પરંતુ તેઓની જવાબદારી શિખામણ આપી દેવાની છે, કદાચ તે લોકો પણ ડરવા લાગે
70وَذَرِ الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَعِبًا وَلَهْوًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ وَذَكِّرْ بِهِ أَن تُبْسَلَ نَفْسٌ بِمَا كَسَبَتْ لَيْسَ لَهَا مِن دُونِ اللَّهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ وَإِن تَعْدِلْ كُلَّ عَدْلٍ لَّا يُؤْخَذْ مِنْهَا ۗ أُولَٰئِكَ الَّذِينَ أُبْسِلُوا بِمَا كَسَبُوا ۖ لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ
અને આવા લોકોથી તદ્દન અળગા રહો, જે લોકોએ પોતાના દીનને રમત બનાવી દીધો છે અને દુનિયાના જીવને તેઓને ધોકામાં રાખી મૂક્યા છે અને આ કુરઆન વડે શિખામણ પણ આપતા રહો, જેથી કોઇ વ્યક્તિ પોતાના વ્યવહારના કારણે (એવી રીતે) ન ફસાઈ જાય કે અલ્લાહ સિવાય કોઇ મદદ કરનાર ન હોય, ન ભલામણ કરનાર, અને એવી સ્થિતિ હોય કે જો તે દુનિયા ભરીને મુક્તિદંડ આપી દે તો પણ તેની પાસેથી સ્વીકારવામાં ન આવે, આ તેવા જ લોકો છે જેઓ પોતાના વ્યવહારના કારણે ફસાઇ ગયા, તેઓ માટે ખૂબ જ ગરમ પાણી પીવા માટે હશે અને દુ:ખદાયી સજા હશે પોતાના ઇન્કારના કારણે
71قُلْ أَنَدْعُو مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلَىٰ أَعْقَابِنَا بَعْدَ إِذْ هَدَانَا اللَّهُ كَالَّذِي اسْتَهْوَتْهُ الشَّيَاطِينُ فِي الْأَرْضِ حَيْرَانَ لَهُ أَصْحَابٌ يَدْعُونَهُ إِلَى الْهُدَى ائْتِنَا ۗ قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَىٰ ۖ وَأُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ
તમે કહી દો કે શું અમે અલ્લાહ તઆલા સિવાય એવી વસ્તુને પોકારીએ, કે ન તો અમને તે ફાયદો પહોંચાડે અને ન તો નુકસાન, અને શું અમે પાછા ફરી જઇએ તે પછી કે અમને અલ્લાહ તઆલાએ સત્ય માર્ગદર્શન આપી દીધું છે, જેવું કે કોઇ વ્યક્તિ હોય કે તેને શેતાનોએ કયાંક જંગલમાં પથભ્રષ્ટ કરી દીધો હોય અને તે ભટકેલો ફરતો હોય, તેના અમુક મિત્રો પણ હોય કે તેઓ તેને સાચા રસ્તા તરફ બોલાવી રહ્યા હોય, કે અમારી પાસે આવ, તમે કહી દો કે ખરેખર વાત છે કે સત્ય માર્ગ, તે ખાસ અલ્લાહનો જ માર્ગ છે અને અમને આ આદેશ આપવામાં આવ્યો છે કે અમે સમગ્ર સૃષ્ટિના પાલનહારના સંપૂર્ણ આજ્ઞાકારી બની જઇએ
અલ-અનઆમકુરાન સૂચિ
165આયત
MeccanRevelation
69આયત

ભાષાંતર — અલ-અનઆમ 69

સૂરા અલ-અનઆમ આયત 69 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જે લોકો ડરવાવાળા છે, તેઓ પર તેઓની વાતોનો કોઇ…

સૂરા આયત 69/165 — સૂરા અલ-અનઆમ الأنعام (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-અનઆમ સાંભળો, સૂરા અલ-અનઆમ ભાષાંતર, સૂરા અલ-અનઆમ mp3, સૂરા અલ-અનઆમ pdf. આયત 67–71. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers