La sourate Abasa en Gujarati
તેણે ભવા ચઢાવ્યા, અને મોં ફેરવી લીધું |
(એટલા માટે) કે તેની પાસે એક અંધ આવી ગયો |
તમને શું ખબર કદાચ તે પવિત્રતા પ્રાપ્ત કરતો |
અથવા શિખામણ સાંભળતો અને તેને શિખામણ લાભ પહોંચાડતી |
જે લાપરવાહી કરે છે |
તેની તરફ તો તમે પૂરતુ ધ્યાન આપી રહ્યા છો |
જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ દોષ નથી |
અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે |
અને તે ડરી (પણ) રહ્યો છે |
તમે તેની તરફ બેધ્યાન છો |
કદાપિ નહીં, આ કુરઆન તો એક ઉપદેશ છે |
જે ચાહે તેનાથી શીખ મેળવે |
(આ તો) પ્રતિષ્ઠિત શાસ્ત્રો માં (છે) |
જે ઉચ્ચ કક્ષાની અને પવિત્ર છે |
એવા લખનારના હાથમાં છે |
كِرَامٍ بَرَرَةٍ(16) જેઓ આદરણીય અને પ્રામણિક છે |
અલ્લાહની ફિટકાર માનવી પર, તે કેવો અપકારી છે |
તેનું અલ્લાહએ કઇ વસ્તુથી સર્જન કર્યુ |
તેને એક ટીપા વડે, પછી અનુમાન પર રાખ્યો તેને |
પછી તેના માટે માર્ગ સરળ કર્યો |
પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો |
પછી જ્યારે ઇચ્છશે તેને જીવિત કરી દેશે |
કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ |
માનવી પોતાના ભોજન તરફ ધ્યાન ધરે |
નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું |
પછી અમે જ ધરતીને ચીરી ફાડી |
પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું |
અને દ્રાક્ષ અને શાકભાજીઓ |
અને જૈતૂન અને ખજુરો |
અને હર્યા-ભર્યા બગીચાઓ |
અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો |
તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે |
બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે |
તે દિવસે માનવી પોતાના સગાભાઇ થી |
અને પોતાની માતા તેમજ પિતાથી |
અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે |
પ્રત્યેક વ્યક્તિને તે દિવસે પોતાની જ પડી હશે |
તે દિવસે કેટલાય ચહેરા ચમકતા હશે |
(જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે |
અને કેટલાય ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે |
તેમના પર કાળાશ છવાયેલી હશે |
તેઓ જ જુઠલાવનારા અને દુરાચારી હશે |
Plus de sourates en Gujarati :
Téléchargez la sourate avec la voix des récitants du Coran les plus célèbres :
Téléchargez le fichier mp3 de la sourate Abasa : choisissez le récitateur pour écouter et télécharger la sourate Abasa complète en haute qualité.















Donnez-nous une invitation valide